બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 100 percent land acquisition has been completed in the Mumbai-Ahmedabad High Speed Rail

આજની સ્થિતિ / મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 100% જમીન સંપાદન પૂર્ણ, જાણો કેટલે પહોંચ્યું કામ અને શું છે પ્રોજેક્ટની વિશિષ્ટતાઓ?

Kishor

Last Updated: 11:21 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટમાં 100 ટકા જમીન સંપાદન પૂર્ણ થતાનું સત્તાવાર સામે આવ્યું છે.

  • હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટ બમણી ગતિ સાથે આગળ વધી રહ્યો છે
  • 100 ટકા જમીન સંપાદન પૂર્ણ
  •  120.4 કિ.મી.ના ગર્ડરને લોન્ચ કરવામાં આવ્યા

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટ બમણી ગતિ સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે 100 ટકા જમીન સંપાદન પૂર્ણ થતાનું સત્તાવાર સામે આવ્યું છે.અ પ્રોજેક્ટની વિશિષ્ટતાઓ અંગે વાત કરવામાં આવે તો ગુજરાત અને મહારાષ્ટ્ર માટેના તમામ સિવિલ કોન્ટ્રાક્ટરોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. સાથે જ 120.4 કિ.મી.ના ગર્ડરને લોન્ચ કરવામાં આવ્યા છે અને 271 કિ.મી.નું પિયર કાસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત, DNH અને મહારાષ્ટ્રમાં 100 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થયું છે. ખાસ વાત એ છે કે    જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતી એમએએચએસઆર કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ (આરસી) ટ્રેક બેડ પાથરવાની શરૂઆત સુરત અને આણંદમાં થઈ ગઈ છે. ભારતમાં પહેલીવાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ગુજરાતના વલસાડના ઝરોલી ગામ નજીક આવેલી 350 મીટર લંબાઈ અને 12.6 મીટર વ્યાસની પ્રથમ પર્વતીય બોગદાને માત્ર 10 મહિનામાં પૂર્ણ કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.

તો દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી તો ઉપડશે પણ મુંબઈ પહોંચશે નહીં, જાણો  સમગ્ર મામલો | bullet train ahmedabad to mumbai bullet train to run in two  tranche

છ નદીઓ પર પુલનું કામ પૂર્ણ થઈ ગયું
વધુમાં પ્રથમ સ્ટીલ બ્રિજ, 70 મીટર પહોળો અને 673 મેટ્રિક ટન વજન ધરાવતો, સુરત, ગુજરાતમાં એન.એચ. 53 પર બાંધવામાં આવ્યો હતો. ૨૮ માંથી આવા ૧૬ પુલો ફેબ્રિકેશનના વિવિધ તબક્કાઓ હેઠળ છે. પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોલા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો) અને વેંગાણીયા (નવસારી જિલ્લો) અને વેંગાણીયા (નવસારી જિલ્લો) એમ કુલ ૨૪ નદીઓ પરના પુલોમાંથી છ નદીઓ પર પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી અન્ય નદીઓ પર કામ ચાલી રહ્યું છે.


કામગીરી દરમિયાન ટ્રેન અને સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા પેદા થનારા ઘોંઘાટને ઘટાડવા માટે, વાયડક્ટની બંને બાજુ અવાજ અવરોધકો ઉભા કરવામાં આવી રહ્યા છે. ભારતની પ્રથમ 7 કિલોમીટરની દરિયા નીચેનું રેલ બોગદું કે જે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબા બોગદાંનો એક ભાગ છે, તેના માટે કામનો શુભારંભ થઈ ચૂક્યો છે.    મુંબઇ એચએસઆર સ્ટેશનના નિર્માણ માટે ખોદકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કાર્ય પ્રગતિ

  •       વાયડક્ટ: કુલ - 352 કિ.મી.
  • -    થાંભલા + ખુલ્લા ફાઉન્ડેશન: 343.9 કિ.મી.
  • -    ફાઉન્ડેશન: 294.5 કિ.મી.
  • -    થાંભલા (સ્ટેશનો સહિત): 271 કિ.મી.
  • -    થાંભલા (સ્ટેશનો સિવાય): 268.5 કિ.મી.
  • -    ગર્ડર્સની સંખ્યા: 3797
  • -    ગર્ડર કાસ્ટિંગ: 152 કિ.મી.
  • -    વાયડક્ટ (ગર્ડર લોન્ચિંગ): 120.4 કિ.મી.

વિશેષ પુલો  

  • 28 રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો, સિંચાઈ નહેરો અને રેલવે (ગુજરાતમાં 17, મહારાષ્ટ્રમાં 11) પરના ક્રોસિંગને લાંબા ગાળાના સ્ટીલ માળખા દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

સ્ટેશનો અને ડેપો

  • •    તમામ 8 એચએસઆર સ્ટેશનો (વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી) પર કામ નિર્માણના વિવિધ તબક્કાઓ હેઠળ છે.
  • -    તમામ 8 એચએસઆર સ્ટેશનો માટે ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થઈ છે.
  • -    વાપી સ્ટેશન – રેલ લેવલ સ્લેબ (200 મીટર)નું કામ પૂર્ણ થયું છે.
  • -    બીલીમોરા સ્ટેશન – 288 મીટરના રેલ સ્તરના સ્લેબનું કાસ્ટિંગ પૂર્ણ થયું છે.
  • -    સુરત સ્ટેશન – કોન્કોર્સ સ્લેબ અને રેલ લેવલ સ્લેબ (450 મીટર)નું કામ થયું છે. પ્લેટફોર્મ લેવલ સ્લેબનું કાસ્ટિંગ શરૂ થયું છે અને 557 મીટર કાસ્ટિંગ કરવામાં આવ્યું છે.
  • -    આનંદ સ્ટેશન – કોન્કોર્સ સ્લેબ અને રેલ સ્તરનો સ્લેબ (425 મીટર) પૂર્ણ થયો  છે. 124 મીટરનો પ્લેટફોર્મ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે. 
  • -    અમદાવાદ સ્ટેશન – કોન્કોર્સ સ્લેબ (435 મીટર)નું કામ પૂર્ણ થયું છે.
  • -    સુરત ડેપો - ફાઉન્ડેશન અને સુપર સ્ટ્રક્ચરના કામો પૂર્ણ થયા છે. 
  • -    સાબરમતી ડેપો – ખોદકામ પૂર્ણ થયું છે; ઓએચઇ ફાઉન્ડેશનનું કામ ચાલુ છે.

મહારાષ્ટ્ર
•    મહારાષ્ટ્રમાં મુંબઇ એચએસઆર સ્ટેશન માટે કામ શરૂ થયું છે. 99% સેકન્ટ થાંભળાઓનું કાર્ય પૂર્ણ થયું છે. 104,421 કમ ખોદકામ કરવામાં આવ્યું છે. એન્કર ફિક્સિંગનું કામ શરૂ થઈ ગયું છે જે બીજા સ્તર માટે ખોદકામની સુવિધા આપશે.
•    મહારાષ્ટ્રમાં 3 સ્ટેશનો (બોઇસર, વિરાર અને થાણે) સહિત બાકીના એલાઇનમેન્ટ માટે જીયોટેકનું કામ ચાલુ  છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ