બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Water in banks, cause-ways washed away, landslides, Megh Malhar rained in many places in Gujarat

અવિરત વરસાદ / બેન્કમાં પાણી, કોઝ-વે ધોવાયા, વુક્ષો ધડામ, ગુજરાતમાં મેઘ મલ્હાર અનેક જગ્યાએ મુસીબત બની વરસ્યો

Vishal Khamar

Last Updated: 04:59 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. જેને લઈને દક્ષિણ ગુજરાતનાં વલસાડ, તાપીમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી જવાનાં બનાવો બન્યા છે. તાપીમાં અવિરત વરસાદને કારણે 23 રસ્તા બંધ કરવામાં આવ્યા હતા.

  • અમદાવાદમાં વરસાદનાં કારણે ઘણા માર્ગો પર ભરાયા પાણી
  • પૂર્વ,પશ્ચિમ અને એરપોર્ટ વિસ્તારમાં ભરાયા પાણી 
  • વલસાડમાં વરસાદને કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું

અમદાવાદ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદને લઈ શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ પૂર્વ, પશ્ચિમ અને એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. એરપોર્ટ સર્કલ પાસે રસ્તા પર પાણી ભરાયા હતા. એરપોર્ટ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ધોબી તળાવ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી
વલસાડમાં સતત વરસાદનાં કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાનાં બનાવો બન્યા છે. ધોબી તળાવ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ત્યારે તોતિંગ વૃક્ષ બાઈક ચાલક ઉપર પડ્યું હતું. સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. 

બાઈર પર વૃક્ષ પડતા બાઈકનો કચ્ચરઘાણ

પંચાયત હસ્તકના 23 રસ્તા બંધ કરવામાં આવ્યા
તાપી જીલ્લામાં અવિરત વરસાદનાં કારણે મોટા ભાગનાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત હસ્તકનાં 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તેમજ વ્યારાના 3, ડોલવણનાં 2, વાલોડનાં 3 રસ્તા બંધ કરાયા છે. તેમજ સોનગઢ પંચાયત હસ્તકના 15 રસ્તા બંધ કરાયા છે. 

ભારે વરસાદનાં કારણે પાણી રસ્તા પર ફરી વળ્યા

આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
નડિયાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. નડિયાદ પંથક સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. 

બજારમાં પાણી ભરતા સુમસામ

સેવાલીયાની SBI બેંકમાં પાણી ઘૂસી ગયા
ખેડાનાં સેવાલીયામાં વરસાદી માહોલ છવાયો હતો. સેવાલીયામાં ભારે વરસાદને કારણે SBI બેંકમાં પાણી ઘુસી ગયા હતા. બેંકમાં પાણી ઘુસી જતા બેંક બહાર મુકેલ ATM માં પણ પાણી ઘુસી ગયા હતા. બેંકમાં બે દિવસમાં બીજીવાર પાણી ઘુસ્યું છે. સમયસર બેંકમાંથી ફાઈલો ખસેડી દેતા નુકશાન ટળ્યું હતું. સેવાલીયાનાં બજાર અને રોડ ઉપર પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું. 

ખાડી ઉપર પાણી ફરી વળતા અવરજવર બંધ
વલસાડ જીલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. વરસાદનાં કારણે ઝૂલવણ ખાડી ઉપર પાણી ફરી વળ્યા હતા. ચીંચાઈ અને કોસમ કુવા વચ્ચેથી ખાડી પસાર થાય છે. ખાડી ઉપર પાણી ફરી વળતા અવર જવર બંધ કરવામાં આવી હતી. વહેતા પાણીમાં વાહન ચાલકો જોખમી રીતે વાહન ચલાવી રહ્યા છે. કોઝ-વે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી. ધરમપુર સુધી આવન-જાવન માટે બ્રિજ ઉપયોગી છે.  

કોઝ-વે પાણીમાં ગરકાવ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ