બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / watch video shadab khan cried after t20 world cup loss vs zimbabwe

ખેલાડી ભાવુક / VIDEO: ઘૂંટણીયે બેસીને રડતો દેખાયો પોપ્યુલર ક્રિકેટર, ઝીમ્બાબ્વે સામે હાર બાદ પાકિસ્તાની ટીમ આઘાતમાં

Premal

Last Updated: 12:48 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી 20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનને ઝીમ્બાબ્વે સામે હાર મળી છે. કોઈને આ પરિણામની આશંકા ન હતી. પાકિસ્તાન ટીમ હાર બાદ ગમમાં ડૂબી ગઇ છે. ટીમના વાઈસ કેપ્ટન શાદાબ ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ રડી રહ્યાં છે.

  • ઝીમ્બાબ્વે સામે હાર્યા બાદ પાકિસ્તાન ટીમ ગમમાં ડૂબી
  • પાક. ટીમના વાઈસ કેપ્ટન શાદાબ ખાન હાર્યા બાદ માનસિક રીતે તૂટી ગયા
  • શાદાબ ખાનનો એક વીડિયો થઇ રહ્યો છે વાયરલ

પાકિસ્તાન ટીમે માત્ર 129 રન બનાવ્યાં

પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટી 20 વર્લ્ડ કપમાં તે જોવા મળ્યું, જે અંગે ટીમે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય. ઝીમ્બાબ્વે સામે પર્થમાં પાક. ટીમ 131 રનનો લક્ષ્ય પ્રાપ્ત ના કરી શકી. પાકિસ્તાન વિજયી થાય તેવુ લાગતુ હતુ. પહેલા બોલિંગ કરીને પાકિસ્તાન ટીમે ઝીમ્બાબ્વેને 130 રન પર અટકાવી દીધી. પરંતુ ત્યારબાદ ઝીમ્બાબ્વેની સામે તેના બેટર 20 ઓવર રમીને માત્ર 129 રન બનાવી શક્યા.  

રડી પડ્યા શાદાબ ખાન 

પાકિસ્તાનને મળેલી આ કારમી હાર પર કોઈને વિશ્વાસ થતો નથી. ટીમના વાઈસ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાદાબ ખાન હાર્યા બાદ માનસિક રીતે તૂટી ગયા. તેઓ સ્ટેડિયમમાં ઘૂંટણિયે બેસીને રડી પડ્યા. ત્યારબાદ ટીમના સપોર્ટ સ્ટાફે તેમને સમજાવીને અંદર મોકલ્યા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

બોલિંગ-બેટીંગ બંનેથી આપ્યું યોગદાન 

શાદાબ ખાને ઝીમ્બાબ્વે સામે બોલિંગ અને બેટીંગ બંનેથી મહત્વનુ યોગદાન આપ્યું હતુ. તેમણે પ્રથમ બોલિંગમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. ઝીમ્બાબ્વે ટીમ મોટા સ્કોર તરફ વધી રહી હતી. પરંતુ 14મી ઓવરમાં શાદાબે સતત બે બોલમાં પહેલા સીન વિલિયમ્સ અને પછી ચકાબ્વાને આઉટ કર્યા. વિલિયમ્સે મેચમાં ઝીમ્બાબ્વે માટે સૌથી મોટી ઈનિંગ રમી હતી. બેટીંગમાં શાદાબે 14 બોલમાં 17 રનનુ યોગદાન આપ્યું. ચોથી વિકેટ માટે તેમણે શાન મસૂદની સાથે અર્ધસદી ભાગીદારી બનાવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ