બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / watch video man mowed down by his automatic car while it was being repaired

શૉકિંગ / બંધ પડેલી કારે અચાનક ચાલુ થઈ પોતાના જ માલિકને કચડી નાખ્યો! રૂવાડા ઉભા કરી દેશે આ VIDEO

Arohi

Last Updated: 03:53 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને હચમચાવી દે તેવો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. એક મિનિટ 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 8 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

  • હચમચાવી દેશે આ વીડિયો 
  • વાયરલ થયો રૂવાડા ઉભા કરી દે તેવો વીડિયો 
  • ઓટોમેટિક કારે પોતાના જ માલિકને કચડી નાખ્યો 

આજકાલ આખી દુનિયા ટેક્નોલોજી તરફ દોડી રહી છે. લોકોને બધી જ ઓટોમેટિક વસ્તુઓ જોઈએ છે. જેથી વધારે મહેનત કર્યા વિના તેમનું કામ સરળ થઈ જાય. એટલા માટે કંપનીઓ પણ ઓટોમેટિક કાર બનાવી રહી છે. જેથી લોકોને વધારે તકલીફ ન પડે. 

જો કે આજકાલ 'ડ્રાઈવરલેસ' કાર બનાવવા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પરંતુ છેલ્લે તો આ મશીનો છે. જે કોઈપણ સમયે દગો આપી શકે છે. આને લગતો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે અને ઓટોમેટિક વાહનો લેતા પહેલા વિચારશો.

કારે પોતાના જ માલિકને કચડી નાખ્યો 
હકીકતે આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઓટોમેટિક કાર તેના માલિકને કચડી નાખે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર ઉભી છે. જેમાંથી તેનો માલિક નીચે ઉતરે છે અને વાહનનું બોનેટ ખોલીને ડ્રાઈવિંગ સીટ પર પાછો જાય છે. 

આ પછી તે ફરીથી બોનેટ પાસે આવે છે અને કારના કેટલાક પાર્ટ્સને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. પછી કાર પોતાની જાતે જ આગળ વધવા લાગે છે અને એક જ ક્ષણમાં માલિકને ટક્કર મારતા તેને કચડી નાખે છે. કાર માલિકને સામેની દુકાનના શટરમાં ખરાબ રીતે દબાવી દે છે.

ત્યાં રહેલી મહિલા તેને બચાવવાનો પ્રયત્ન કરે છે 
આ પછી ત્યાં હાજર એક મહિલા તેને બચાવવાનો પ્રયાસ કરે છે. ત્યારપછી 2-3 સેકન્ડમાં બીજી મહિલા તેના બાળક સાથે ત્યાં આવે છે અને તેણે ડ્રાઈવિંગ સીટ પર જઈને કારને રિવર્સ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે નિષ્ફળ જાય છે. ત્યાં સુધી કારનો માલિક ત્યાં જ ફસાયેલો રહે છે. તેઓ ખૂબ પ્રયાસ કરે છે, પરંતુ તેઓ વ્યક્તિને ત્યાંથી બહાર કાઢી શકતા નથી.

વીડિયો જોઈ લોકો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા 
રૂવાડા ઉભા કરી દે તોવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ragiing_bull નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. એક મિનિટ 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 8 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ