બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / અજબ ગજબ / Watch | Bridge collapses in Congo during ribbon-cutting ceremony as onlookers conceal delight

વાયરલ / VIDEO : નેતાઓની જેમ 'કાચો પડ્યો' પૂલ, ઉદ્ધાટન કરતાં જ ધડામ દઈને તૂટ્યો, દુનિયામાં વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 10:09 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકી દેશ કોંગોમાં ઉદ્ધાટન ટાણે જ એક પૂલ તૂટી પડ્યાંનો એક વીડિયો વાયરલ થયો છે.

  • સાઉથ આફ્રિકી દેશ કોંગોનો એક વીડિયો વાયરલ
  • નેતાઓ ઉદ્ધાટન કરવા પૂલ પર પહોંચ્યાં 
  • જેવી રિબિન કાપી કે તરત જ પૂલ ધસી પડ્યો 

જાહેર રસ્તા કે પુલ બાંધવામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોય છે અને તેને બાંધનારા કોન્ટ્રાક્ટરો પુલમાં પૈસા નાખવાને બદલે ખિસ્સામાં નાખવાનું વધારે પસંદ કરે છે અને પરિણામે તેમાં જાહેર બાંધકામમાં હલકા પ્રકારનું મટિરિયલ વાપરતા હોય છે અને સરવાળે તેનું પરિણામ આવી જતું હોય છે. 

ઉદ્ધાટન ટાણે બેસી ગયો પૂલ 
સાઉથ આફ્રિકી દેશ કોંગોમાં ઉદ્ધાટન ટાણે એક પૂલના બેસી જવાનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય લોકો માટે એક નવો પુલ ખુલ્લો મૂકવાનો હતો. અધિકારીઓ દ્વારા આ બ્રિજના ઉદ્ઘાટનની દોરી કાપતા જ થોડી જ સેકન્ડમાં નીચે પડી ગયો હતો. 
આ ઘટના ગયા અઠવાડિયે આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં પ્રકાશમાં આવી હતી.

નેતાઓએ માંડ માંડ પોતાની જાતને સંભાળી 
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેટલાક અધિકારીઓ અને નેતાઓ વગેરે આ પુલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા, આ પુલને ખોલવા માટે કાતરથી રિબન કાપતા જ થોડીક સેકન્ડ બાદ પુલ તૂટી પડે છે.આ અધિકારીઓને ત્યાં હાજર લોકોએ પણ બચાવી લીધા હતા. સાથે જ પુલની વચ્ચે ઘણા લોકો પણ હાજર હતા, આ લોકો પણ નીચે પડી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી. આ પુલ માંડ 2 મીટર પહોળો હતો. વરસાદની ઋતુમાં નદીની ટોચ પરથી લોકોને એક બાજુથી બીજી તરફ જઇ શકાય તે માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
 
પૂલનો પ્લાન જ બીજો હતો- લોકોએ આપ્યાં ફની રિએક્શન 
આ વીડિયો વાયરલ થયા બાદ અનેક યૂઝર્સના રિએક્શન પણ આવ્યા હતા. લોકોએ આની પાછળ સીધો ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યો હતો. એક યૂઝરે લખ્યું- આફ્રિકામાં આપનું સ્વાગત છે, જે લૂંટ, છેતરપિંડી, ઉચાપતનું ઘર છે. અન્ય એક યુઝરે લખ્યું - રેસ્ટ ઇન પીસ, મિસ્ટર ન્યૂ બ્રિજ. સાથે જ ત્રીજા યૂઝરે ખૂબ જ ફની ટ્વીટ કર્યું હતું. આ વ્યક્તિએ લખ્યું હતું કે બ્રિજના ભવ્ય ઉદ્ઘાટન માટે અધિકારીઓ પહોંચ્યા હતા, પરંતુ બ્રિજનો પ્લાન કંઈક અલગ જ હતો.કેટલાક ટ્વિટર યુઝર્સે લખ્યું છે કે આ ઘટના નેતૃત્વ પર સવાલો ઉભા કરે છે. આ જ કારણ છે કે યુવા પેઢી આ વિસ્તારમાંથી હિજરત કરીને આફ્રિકા છોડી રહી છે. નિષ્ફળ નેતૃત્વને કારણે આપણે દુનિયાની સામે મજાકનું પાત્ર બની રહ્યા છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ