બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Want to get Indian citizenship? So go to CAA website and apply

જાણવા જેવું / ભારતીય નાગરિકતા મેળવવી છે? તો CAAની વેબસાઇટ પર જઇને કરો એપ્લાય, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Priyakant

Last Updated: 02:07 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CAA કાયદાને લાગુ કરતાં એક ઓનલાઈન પોર્ટલ પણ બહાર પાડવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને અરજીઓ દાખલ કરી શકાય છે

Citizenship Amendment Act : મોદી સરકારે સોમવારે એટલે કે 11 માર્ચ, 2024થી સમગ્ર દેશમાં CAA (નાગરિકતા સુધારો અધિનિયમ) લાગુ કર્યો અને તેના નિયમોની સૂચના જાહેર કરી હતી. આ પછી જ્યારે દેશભરમાં સામાન્ય લોકોમાં ઉજવણીનો માહોલ હતો તો કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથીઓએ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચાર ગુજારનાર લઘુમતીઓ (હિંદુ, શીખ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી) ને ભારતની કાયમી નાગરિકતા મળશે. આ કાયદો એવા લોકો માટે છે જેઓ વિસ્થાપિત થયા હતા અને 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવ્યા હતા.

2019ના આ કાયદાને લાગુ કરતાં એક ઓનલાઈન પોર્ટલ પણ બહાર પાડવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને અરજીઓ દાખલ કરી શકાય છે. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલા આ પગલું લેવામાં આવ્યું છે. ભારતીય નાગરિકતા ઇચ્છતા શરણાર્થીઓએ https://indiancitizenshiponline.nic.in/ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ માટે તમામ વિગતો સંપૂર્ણપણે ઓનલાઈન મોડ દ્વારા સ્વીકારવામાં આવશે.

આપણે સૌપ્રથમ જાણીશું કે અરજી કરવા તમારે કયા દસ્તાવેજો જોઈશે ? 

  • પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશની સરકારો દ્વારા જાહેર કરાયેલ પાસપોર્ટની નકલ
  • નોંધણી પ્રમાણપત્ર અથવા FRRO (વિદેશી પ્રાદેશિક નોંધણી અધિકારી) અથવા FRO (વિદેશી નોંધણી અધિકારી) દ્વારા જાહેર કરાયેલ રહેણાંક પરમિટ
  • પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલ જન્મ પ્રમાણપત્ર
  • આ ત્રણ દેશોની શાળાઓ અને કોલેજો દ્વારા જાહેર કરાયેલ શૈક્ષણિક પ્રમાણપત્રો
  • આ દેશોની સરકારો અથવા સરકારી એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલ કોઈપણ પ્રકારનું ઓળખ કાર્ડ
  • આ ત્રણમાંથી કોઈપણ દેશમાં જાહેર કરાયેલ કોઈપણ સરકારી લાઇસન્સ અથવા પ્રમાણપત્ર
  • ત્યાંની જમીન, મિલકત કે ભાડા સંબંધિત દસ્તાવેજો
  • અરજદારના માતા-પિતા, દાદા-દાદી અથવા પરદાદી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશના નાગરિક હતા તે દર્શાવતો કોઈપણ દસ્તાવેજ
  • કોઈપણ સરકારી દસ્તાવેજ જે દર્શાવે છે કે અરજદાર આ ત્રણ દેશોનો નાગરિક છે

31 ડિસેમ્બર, 2014 પહેલા તેણે ભારતમાં આશ્રય લીધો છે તે દર્શાવવા માટે અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક

  • ભારતમાં આગમન પર જાહેર કરાયેલ વિઝા અથવા ઇમિગ્રેશન સ્ટેમ્પની નકલ
  • FRRO અથવા FRO દ્વારા જાહેર કરાયેલ રહેણાંક પરમિટ અથવા નોંધણી પ્રમાણપત્ર
  • વસ્તી ગણતરી વિભાગ દ્વારા જાહેર કરાયેલ સ્લિપ
  • ભારતમાં જાહેર કરાયેલ રેશન કાર્ડ
  • સરકાર અથવા કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ કોઈપણ સત્તાવાર પત્ર
  • ભારતમાં બનાવેલ જન્મ પ્રમાણપત્ર
  • ભારતમાં જમીન, મિલકત અથવા ભાડા સંબંધિત દસ્તાવેજો
  • ઇશ્યુ તારીખ સાથે પાન કાર્ડ
  • સ્થાનિક સત્તાવાળાઓ અથવા જાહેર પ્રતિનિધિઓ દ્વારા જાહેર કરાયેલ કોઈપણ દસ્તાવેજ
  • સરકારી-ખાનગી બેંકો અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરાયેલ પાસબુક
  • ભારતમાં અરજદારના નામે વીમા પૉલિસીની વિગતો
  • વીજ જોડાણ અથવા અન્ય ઉપયોગિતા બિલની રસીદ અને અન્ય દસ્તાવેજો જેમાં અરજદારનું નામ હોય
  • કોર્ટ અથવા ટ્રિબ્યુનલની પ્રક્રિયાના દસ્તાવેજોમાં અરજદારનું નામ
  • ભારતમાં EPF/પેન્શન સંબંધિત દસ્તાવેજો, જે દર્શાવે છે કે અરજદાર ભારતમાં કામ કરી રહ્યો હતો
  • ESIC (રાજ્ય વીમા નિગમ) સંબંધિત દસ્તાવેજો
  • ભારતમાં જાહેર કરવામાં આવેલ શાળા છોડવાનું પ્રમાણપત્ર  
  • શાળા-કોલેજ-યુનિવર્સિટી અથવા અન્ય શૈક્ષણિક એજન્સીઓ દ્વારા જાહેરકરાયેલ પ્રમાણપત્ર
  • મ્યુનિસિપાલિટી દ્વારા અરજદારને આપવામાં આવેલ ટ્રેડ લાયસન્સ
  • લગ્ન પ્રમાણપત્ર

આ વેબસાઈટને ‘ભારતીય નાગરિકતા ઓનલાઈન પોર્ટલ’ નામ આપવામાં આવ્યું છે. નાગરિકતા માટે અરજી કરવા માટે ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. CAA નો વિકલ્પ નીચે આપેલ છે. CAA 2019 દ્વારા અરજી કરવા માટે એક લિંક આપવામાં આવી છે. જેના પર ક્લિક કરવાથી તમને ઈમેલ આઈડી અથવા ફોન નંબર પૂછવામાં આવશે. ત્યારબાદ ફોર્મ ભરવા માટેની બાકીની વિગતો તમારી સામે ખુલશે. આમાં તમારે પૂછવામાં આવતી તમામ વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે.

Indian Citizenship Online 

વધુ વાંચો: CAA લાગુ થયા બાદ અન્ય દેશોના મુસ્લિમો માટે ભારતમાં કયા-કયા નિયમોમાં થશે ફેરફાર, જાણો 10 સવાલના જવાબ

આ કામ CAA-2019 નામની મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે. ફોર્મ ભરવા માટે જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે અને આગળની પ્રક્રિયા ઈમેલ-એસએમએસ દ્વારા જણાવવામાં આવશે. ત્યારબાદ તેમને નિષ્ઠાના શપથ લેવડાવવામાં આવશે. ઓનલાઈન પોર્ટલ પર નંબર-ઈમેલ દાખલ કરવા પર, OTP જનરેટ થશે, જે સબમિટ કર્યા પછી ફોર્મની બાકીની વિગતો ખુલશે. ફક્ત થોડા સરળ પ્રશ્નોના જવાબ આપ્યા પછી અરજી સબમિટ કરી શકાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ