બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / want to buy gold with a 2 thousand note in Ahmedabad, the price is 70 thousand! A premium ranging from Rs.5 to 10 thousand per 10 gram

ગોલ્ડ / અમદાવાદમાં 2 હજારની નોટથી સોનું ખરીદવું હોય તો ભાવ 70 હજાર! પ્રતિ 10 ગ્રામ રૂ.5 થી 10 હજાર સુધીનું પ્રીમિયમ બોલાવવા લાગ્યું

Megha

Last Updated: 09:48 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આરબીઆઈના આ નિર્ણય બાદ બુલિયન માર્કેટમાં 2016માં આવેલી નોટબંધી જેવી અફરાતફરી શરૂ થઈ ગઈ હતી.

  • 2 હજારની નોટમાં સોનું ખરીદવું હોય તો ભાવ 70 હજાર
  • કૃત્રિમ તેજી લાંબો સમય નહીં ટકે 
  • આ નોટબંધી નથી, નોટ હજુ પણ ચાલુ જ છે

2000 રૂપિયાની નોટ હવે નહીં ચાલે, ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાશે. આરબીઆઈ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકોએ આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આરબીઆઈએ ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ નિર્ણય લીધો છે તેમજ આ નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. RBIએ 2016ની નોટબંધી બાદ જારી કરાયેલ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે હાલ બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે. આરબીઆઈના આ નિર્ણય બાદ બુલિયન માર્કેટમાં 2016માં આવેલી નોટબંધી જેવી અફરાતફરી શરૂ થઈ ગઈ હતી. 

2 હજારની નોટમાં સોનું ખરીદવું હોય તો ભાવ 70 હજાર
જણાવી દઈએ કે અમદાવાદમાં સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હાલ અમદાવાદમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.5 હજારથી 10 હજાર સુધીનું પ્રીમિયમ બોલાવા લાગ્યું છે. આનો અર્થ એવો થયો કે રૂ.2 હજારની નોટમાં સોનું ખરીદવું હોય તો રૂ.70 હજારનો ભાવ થઈ ચૂક્યો છે. સાથે જ ચાંદીમાં પણ પ્રીમિયમ બોલાવવા લાગ્યું અને પ્રતિ કિલોગ્રામ 80 હજારનો ભાવ થઈ ગયો છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જ્વેલર્સોએ 2 હજારની નોટ સ્વીકારવાનું બંધ કરી દીધું છે.

કૃત્રિમ તેજી લાંબો સમય નહીં ટકે 
નોંધનીય છે કે 2016માં 500 અને 1 હજારની તાત્કાલિક નોટબંધી આવી હતી ત્યારે  સોનાનું  સરેરાશ 15થી 1 મહિના સુધી પ્રીમિયમમાં વેચાણ થયું હતું પણ આ વખતે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે તો વેપારીઓનું માનવું છે કે આ પ્રીમિયમ ભાવ કે કૃત્રિમ તેજી લાંબો સમય ટકી શકશે નહીં. 

તમારે કોઈ નુકસાનનો સામનો કરવો પડશે નહીં
ભારતીય રિઝર્વ બેંકે એક સમયમર્યાદા નક્કી કરી છે કે તમે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશો. જો કે તમને જણાવી દઈએ કે તેનાથી તમારા રૂપિયાની વેલ્યું સમાપ્ત થશે નહીં અને તમારે કોઈ નુકસાનનો સામનો કરવો પડશે નહીં. જો કે, જો કે, RBIએ 2000ની નોટનું સર્કુલેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

આ નોટબંધી નથી, નોટ હજુ પણ ચાલુ જ છે
તમને સૌથી મોટી વાત જણાવી દઉ કે, આ વખતે RBI એ સ્પષ્ટ કર્યું છે કે તમારે 2000 રૂપિયાની નોટ લઈને નોટબંધીનો વિચાર ન કરવો જોઈએ. સ્પષ્ટ શબ્દોમાં સમજી લો કે તમે અત્યારે આ 2000 રૂપિયાની નોટ બજારમાં ચલાવી શકો છો. તમે તેમાંથી સામગ્રી ખરીદી શકો છો. તમે કોઈપણ સાથે 2000 રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ સંપૂર્ણ રીતે માન્ય છે અને જો કોઈ તેને લેવાનો ઇનકાર કરી શકે નહીં, પરંતુ માત્ર 30 સપ્ટેમ્બર 2023 સુધી. એટલે કે, આ તારીખ પહેલા, તમે આ નોટો તમારી બેંકમાં પરત કરી શકો છો (જ્યાં તમારું ખાતું છે) અથવા તમે તેને કોઈપણ અન્ય બેંકમાં બદલી શકો છો.

મૂલ્ય નાબૂદ કરવામાં આવ્યું નથી
સૌથી મોટી વાત એ છે કે તમે બેંકમાં જાઓ તેમજ ધીરજથી નોટ જમા કરાવો લાઈનો ન લગાવો, કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે રૂપિયાનું મૂલ્ય નાબૂદ કરવામાં આવ્યું નથી. તમારા ખિસ્સામાં રહેલી 2000 રૂપિયાની નોટ હજુ પણ 2000 રૂપિયાની જ છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા સહી કરાયેલ વાક્ય 'હું ધારકને રૂ. 2000 ચૂકવવાનું વચન આપું છું'. હજુ પણ માન્ય રહેશે.

એક વખતમાં વીસ હજાર રૂપિયા જમા કરાવી શકશે
2000 રૂપિયાની નોટો જમા કરાવતા પહેલા તમને જણાવી દઈએ કે,  કોઈપણ બેંકમાં 20 હજાર રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ એક વખતમાં બદલાવી શકશો 

23 મે, 2023થી નોટો જમા કરવામાં આવશે
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, 23 મે, 2023થી કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. નોટ એક્સચેન્જની મર્યાદા 20,000 રૂપિયા છે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી બજારમાં 2000 રૂપિયાની નોટો ઓછી દેખાતી હતી. લોકોએ કહ્યું કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ પણ બહાર આવી રહી ન હતી. આ અંગે સરકારે સંસદમાં માહિતી પણ આપી હતી.

અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે, 2 વર્ષથી નોટો છપાઈ ન હતી
8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી નીકળી ગઈ હતી. આ કરન્સીની જગ્યાએ રિઝર્વ બેંક દ્વારા 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ