બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / Want to balance your work and personal life? Follow these tips

લાઇફસ્ટાઇલ / પર્સનલ લાઇફ અને તમારા કામકાજ વચ્ચે સંતુલન બનાવવું છે? તો આજથી જ ફૉલો કરો આ ટિપ્સ

Sanjay Vibhakar

Last Updated: 09:17 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ કામનાં લીધે લોકોનો વધુ પડતો સમય ઓફિસમાં નીકળે છે. જાણો કે ઓફિસ જ તેમનું બીજું ઘર છે. એવામાં ઘણીવાર લોકો તેમના કામ અને અંગત જીવનને બેલેન્સ નથી કરી શકતા.

  • તમે ઈચ્છો તો કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવી શકો છો
  • વધારે કામના કારણે મોટાભાગના લોકો ઘરે જઈને કામ કરે છે
  • તમારી જાતને સ્વસ્થ અને સક્રિય રાખવી ખૂબ જ જરૂરી છે

આજકાલ કામનાં લીધે લોકોનો વધુ પડતો સમય ઓફિસમાં નીકળે છે. જાણો કે ઓફિસ જ તેમનું બીજું ઘર છે. એવામાં ઘણીવાર લોકો તેમના કામ અને અંગત જીવનને બેલેન્સ નથી કરી શકતા. જેના કારણે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જાય છે. તમે ઈચ્છો તો કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવી શકો છો. જેથી તમે કામ સાથે-સાથે અંગત જીવન અને પરિવાર પર પણ ધ્યાન આપી શકશો. તે માટે આ ટિપ્સ ફોલો કરો. 

પ્રાથમિકતા
આ માટે, સૌથી મહત્વની બાબત એ છે કે તમારી પ્રાથમિકતા નક્કી કરવી. ભલે તમારી પાસે દરરોજ ઘણું કામ હોય, પરંતુ તમે એ પણ જાણો છો કે તેમાંથી કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કેટલાક થોડા સમય પછી કરી શકાય છે. આવી સ્થિતિમાં કામને તેના મહત્વ પ્રમાણે પ્રાથમિકતા આપો. જેથી તમે સમયસર મહત્વપૂર્ણ કામ કરી શકશો.

તમારી જાતને ઓવરલોડ કરશો નહીં
જો તમે તમારી ક્ષમતા જાણતા હોય તો સંકોચને કારણે તમારી ક્ષમતાની બહાર કોઈ ધ્યેય ન અપનાવો. તમે જે પણ કામ કરી રહ્યા હોય, પહેલા એ કામને પૂર્ણ કરો. જરૂર કરતાં વધુ ચિંતા ન કરો. તમારા માનસિક સ્વાસ્થ્યને આનાથી ખૂબ અસર થઈ શકે છે.

વાંચવા જેવું: ભૂલથી પણ મહિલાઓએ ન કરવા જોઈએ આ 4 કામ, નહીં તો હસતું-ખીલતું જીવન થઇ જશે બરબાદ

બ્રેક લો 
કામ કરતી વખતે થોડો બ્રેક લો. ખાસ કરીને, જો તમારે કામ એક જગ્યાએ બેસીને લેપટોપ પર કરવાનું હોય. આનાથી તમને વધારે તકલીફ નહીં પડે અને જો તમે સમયાંતરે સીટ પરથી ઊઠશો તો તમને સારું લાગશે.

કામનાં સમયે કામ
વધારે કામના કારણે મોટાભાગના લોકો ઘરે જઈને કામ કરે છે. પરંતુ તમારે ઘરે જઈને આરામ કરવો જોઈએ અને તમારા પરિવાર માટે સમય કાઢવો જોઈએ. કામ કરતી વખતે નજીવી બાબતોમાં સમય ન વેડફવાનો પ્રયાસ કરો. આમ કરવાથી, તમે ઓફિસમાં નિર્ધારિત સમયની અંદર કામ પૂર્ણ કરી શકશો. ઓફિસમાં માત્ર કામ પર ધ્યાન આપો. તમારે ફક્ત તમારી જાતને ફ્રેશ કરવા માટે બ્રેક લેવો જોઈએ, બિનજરૂરી કામ માટે નહીં.

તમારી સંભાળ રાખો
તમારી જાતને સ્વસ્થ અને સક્રિય રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે તમે સ્વસ્થ રહેશો ત્યારે જ તમે કામ કરી શકશો અને તમારી જવાબદારીઓ નિભાવી શકશો. તમારી જાતને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે, સારી જીવનશૈલી અપનાવો, સમયસર ઊંઘો અને જાગો, પૌષ્ટિક ખોરાક લો, દરરોજ કસરત કરો અને મનને શાંત કરવા ધ્યાન કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Personal Life lifestyle tips office અંગત જીવન ઓફિસ કામ Lifestyle
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ