મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે એક મોટી જાહેરાત કરતાં કહ્યું કે આ વર્ષે ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ દાદાસાહેબ ફાળકે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને આપવામાં આવશે.
વહીદાજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
વહીદા રહેમાનને 53મા ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે
એમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સિનેમા જગતનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. હાલમાં આ એવોર્ડ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે વહીદા રહેમાનને 53મા ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આની જાહેરાત કરી છે.
I feel an immense sense of happiness and honour in announcing that Waheeda Rehman ji is being bestowed with the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award this year for her stellar contribution to Indian Cinema.
વહીદાજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
પીઢ બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગયા વર્ષે આશા પારેખને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ વર્ષે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ સન્માન માટે 85 વર્ષીય વહીદા રહેમાનની પસંદગી કરી છે. નોંધનીય છે કે દાદાસાહેબ ફાળકે ભારતીય સિનેમાનો સૌથી મોટો પુરસ્કાર છે, જે મનોરંજન અને ખાસ કરીને સિનેમાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે.
અનુરાગ ઠાકુરે આ વિશે જાહેરાત કરી
આ વિશે જાહેરાત કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું, 'મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અને સન્માન થાય છે કે વહીદા રહેમાન જીને સિનેમાની દુનિયામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એમને આગળ વહીદા રહેમાનની સિદ્ધિઓ ગણાવી છે.
પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત
એમને લખ્યું, "વહીદા જીએ પ્યાસા, કાગઝ કે ફૂલ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઈડ, ખામોશી અને અન્ય જેવી ફિલ્મો માટે વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. તેમની 5 દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે દરેક પાત્રને સુંદર રીતે નિભાવ્યા હતા. એમને 'રેશ્મા ઔર શેરા' અને 'કુલવધુ'ની ભૂમિકાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વહીદાજીએ સખત મહેનત કરતી ભારતીય મહિલાના સમર્પણ, પ્રતિબદ્ધતા અને શક્તિનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે."
આગળ એએમને કહ્યું કે "એ સમયે જ્યારે સંસદ દ્વારા ઐતિહાસિક નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે તેમને આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તે ભારતીય સિનેમાની અગ્રણી મહિલાઓને સાચી શ્રદ્ધાંજલિ છે, જેમણે તેમની ફિલ્મો પછી પોતાનું જીવન અન્ય અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કર્યું. હું તેમને અભિનંદન આપું છું અને તેમના સમૃદ્ધ કાર્ય માટે મારું સન્માન વ્યક્ત કરું છું જે ફિલ્મ ઈતિહાસનો એક ભાગ બની ગયું છે."