બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / VTV's reality check on the bad condition of roads in Gujarat

VTV સ્પેશ્યલ / તંત્રએ પ્રજાને આપ્યા ધૂળ-કાંકરા: મોટા શહેરોમાં શ્વાસ લેવામાં પણ તકલીફ, નેતાઓ-અધિકારીઓ AC રૂમમાં મસ્ત

Vishnu

Last Updated: 11:58 AM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્પોરેશનના હોશિયાર કોન્ટ્રાકટરોએ રોડ પર ખાડા પુરવા કાંકરા અને માટી નાખી, વાહનો પસાર થતાં ધૂળનું સામ્રાજ્ય, હવે ફરી એ જ આંખમાં ધૂળ નાખવાની જહેમત પાક્કું કામ ક્યારે?

  • ગુજરાતમાં ખાડા બાદ ધૂળની સમસ્યા 
  • લોકોના સ્વાસ્થ સાથે ચેડા 
  • ખરાબ રસ્તાથી ક્યારે મળશે મુક્તિ?
  • મજબૂત વાયદા,હકીકત ધૂળ અને કાંકરા?

ગુજરાતમાં તંત્ર નાગરિકોની સુવિધા નહીં પણ દુવિધા વધારવા કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ બાદ ખાડા પડયા તેનાથી છુટકારો નથી થયો ત્યાં ખાડા એ રીતે પુરાવામાં આવી  રહ્યા છે કે ધૂળ ખાઈને શ્વાસની બીમારી થઇ જાય VTVના રિયાલિટી ચેકમાં તંત્રની બેદરકારી સામે આવી છે.  ધૂળિયા રોડને કારણે ઊડતી ડમરીઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

તમામ શહેરોમાં એક જેવી જ હાલત
ગુજરાતના મહાનગરોમાં તંત્રની વધુ એક બેદરકારી જોવા મળી છે. વરસાદ બાદ રસ્તા પર ખાડાની સમસ્યા દુર કરવા માટે તંત્રએ કામ ચલાવ ઉપાયો કર્યા હતા. જેના પરિણામે હાલ ઠેર ઠેર રસ્તા પર ધૂળ ઉડવાની સમસ્યા જોવા મળી રહી છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત શહેરમાં ધૂળ ઉડવાની સમસ્યા જોવા મળી છે. આ ધૂળ ઉડવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે ધૂળને કારણે લોકો સ્વાસ્થને પણ નુકસાન થવાનો ભય છે. ત્યારે જનતાનો મોટો પ્રશ્નએ છે કે તંત્રની ભૂલ છૂપાવામાટે જનતાની સ્વસ્થ્ય સાથે કેમ ચેડા કરવામાં આવે છે?

ધૂળિયું શહેર બન્યું અમદાવાદ
સ્માર્ટ સિટી અમદાવાદના રોડની હાલત બિસ્માર થઇ છે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પરના શાંતિપુરા ખાતે એક તરફ બ્રિજ બની રહ્યો છે, જ્યરે બીજી તરફ રોડ પર કપચી અને માટી દેખાવા લાગી છે. જેને કારણે રોડ પર ઘૂળની ડમરીઓ ઉડી રહી છે. જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખરાબ રોડને લઇને વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

RTOના નિયમનો મનફાવે તેમ ભંગ 
અમદાવાદમાં રેતી માફિયા, બિલ્ડર્સ, અધિકારીઓની મિલીભગતથી રસ્તા પર ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તા પર RTOના નિયમનો બેફામ રીતે ભંગ થઈ રહ્યો છે પણ તંત્ર ફક્ત તમાશો જોઈ રહ્યું છે. પીક અવર્સમાં અમદાવાદમાં કંન્સ્ટ્રક્શન કંપનીના ડંપરનું બેફામ રીતે આવન-જાવન થઈ રહ્યું છે. ભારે વાહનોના કારણે ખાડા પુરવા નાખવામાં આવેલા કાંકરા ધૂળ બની ગયા છે. રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ રહી છે. ધૂળના સામ્રાજ્ય માટે રેતી માફિયાઓ અને ભ્રષ્ટ તંત્ર જવાબદાર છે કારણ કે ડંપરમાં ખુલ્લી રેત ભરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રેતીની હેરાફેરી કરતા વાહનને લીલા કાપડથી ઢાંકવાનો નિયમ છે છતાં પણ RTO કે ટ્રાફિક પોલીસ નિયમોના પાલન કરાવવામાં પાછી પાની કરી રહી છે. જનતાનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાતું હોવા છતાં અધિકારીઑ એસી ઓફિસમાં બેઠા બેઠા જનતાની મુશ્કેલી ફક્ત નિહાળી રહ્યા છે. તેના ઉકેલ માટે રતી ભર પણ પ્રયાસો કરી રહ્યા નથી.

વડોદરા કોર્પોરેશને રોડ પર ખાડા પુરવા માટી નાખી
વડોદરા શહેરમાં પણ તૂટેલા રોડને કારણે ઘૂળ ઉડવાની ઘટનામાં વધારો થયો છે. વડોદરા કોર્પોરેશને રોડ પર ખાડા પુરવા કાંકરા અને માટી નાખી હતી જે ભારે વાહનો જતા રીતસરની ધૂળ બની ગઈ છે. હાલમાં તો તંત્રએ પોતાની ભૂલ ઢાંકવા કરેલી કાર્યવાહી જ તંત્ર માટે મોટી મુશ્કેલી બની ગઈ છે. 

રાજકોટમાં પ્રવેશતા જ ધૂળથી થાય છે સ્વાગત
કોંગ્રેસ પ્રેરિત વકીલો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા આજરોજ રાજકોટસિવિલ હોસ્પિટલ ચોકના નિર્માણ કાર્યમાં થઈ રહેલી ઢીલાશ અને બિસ્માર રોડ રસ્તા ને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે બિસ્માર હાલતમાં રહેલ રોડ પર કુમકુમ તિલક અને પુષ્પ દ્વારા પૂજન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ ચોક બ્રિજના નિર્માણ કાર્યની ડેડ લાઈન 20 જુલાઈના રોજ પૂર્ણ થયેલી છે. રૂપિયા 59 કરોડનો અંદાજિત ખર્ચ 101 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. ત્યારે નિયમિત સમયમાં સિવિલ હોસ્પિટલ ચોક નો બ્રિજ નું નિર્માણ કાર્ય પૂર્ણ ન થતા કોંગ્રેસ પ્રેરિત વકીલોએ વિરોધ નોંધાવ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમયસર બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થતા વકીલો સહિતના રાહદારીઓને હાલાકી પડે છે. બ્રિજ ના નિર્માણ કાર્ય અંતર્ગત ડાયવર્ઝન ના નિયમોનું પણ પાલન કરવામાં નથી આવ્યું. મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને 36 કરોડની ઓન ચૂકવ્યા હોવા છતાં પણ મહેસાણા ની અનંતા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામ સમયસર પૂર્ણ કરવામાં નથી આવ્યું. તો બીજી તરફ રાજકોટના રામાપીર ચોકડી અને નાના મૌવા ચોકના બ્રિજની પણ સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે તેમ છતાં ત્યાંનું નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું. 

પોરબંદરમાં રસ્તા રિપેર કરવાના નામે તંત્રએ વેઠ ઉતારી
તો આ તરફ પોરબંદર શહેરનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં પડ્યો છે. કમલાબાગથી જડેશ્વર મહાદેવ મંદિર સુધીના રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે અહીં પણ ખાડાને કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. રસ્તા રિપેર કરવાના નામે તંત્રએ વેઠ ઉતારી હોવાનો પુરાવો નરી આંખે જોઈ શકાય છે.

 

VTV ગુજરાતીના સળગતા સવાલ

  • શું રસ્તાનું સમારકામ કરવાના નામે માત્ર ખાનાપૂર્તિ જ થઈ છે?
  • રસ્તા પરના ખાડા પૂરવાના નામે કાંકરા કેમ પાથરી દેવામાં આવ્યા?
  • રસ્તા પર ઉડતી ધૂળ મુદ્દે તંત્ર ગંભીર કેમ નહીં?
  • રોડ પર ઉડતી ધૂળથી લોકોને ક્યારે છૂટકારો મળશે?
  • જવાબદારોને રોડ પર ઉડતી ધૂળ કેમ દેખાતી નથી?
  • સત્તાધીશો AC ઓફિસની બહાર નીકળીને આ રસ્તા જોશે કે નહીં?
  • લોકો પાસેથી ટેક્સ લો છો, તો સારા રોડ કેમ નથી આપતા?
  • રોડ પર માટી, કાંકરા નાખવાને બદલે સારો રોડ બનાવવામાં મુશ્કેલી શું છે?
  • શું સત્તાધીશોને સારા રસ્તા બનાવવામાં રસ નથી?
  • ખરાબ રસ્તાના કારણે અકસ્માત થાય તો જવાબદારી કોની?

દાહોદના લીમડીમાં ધૂળની સમસ્યા
દાહોદ જિલ્લાના લીમડી નગરમાં ગોધરા રોડ પર ખાડા અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કર્યો કરતા કહ્યું કે, ખાડા અને ધૂળની ડમરી ઉડવાની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેતપુરમાં વરસાદ પડતા રસ્તા ધોવાયા
જેતપુર શહેરમાં તાજેતરમાં જ વરસેલા વરસાદમાં શહેરના મુખ્ય માર્ગોનું ધોવાણ થયુ છે. ઠેર ઠેર પડેલ ગાબડાથી સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે આવી છે.. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.. પણ તંત્ર સ્માર્ટ છે.. તંત્રને ખબર છે કે માટી ક્યાં નાખવી છે.. લોકોની આંખમાં કે ખાડામાં. ખાડામાં નાખેલી માટીતો 1-2 દિવસમાં ઉડી જાય છે.. પણ લોકોનાં આંખમાં ભ્રષ્ટાચારી માટી ક્યારેય નથી ઉડતી. ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે કામ કરો, ભષ્ટ્રાચાર નહી.

નવરાત્રી સુધીમાં રસ્તાઓની કામગીરી પૂર્ણ કરો: CM ભૂપેન્દ્ર પટેલ
રાજ્યમાં રોડ રસ્તાની હાલત મામલે CM ભૂપેન્દ્ર પટેલે રસ્તાના તાત્કાલિક સમારકામ માટે અધિકારીઑને આદેશ કર્યા છે. રિપેરિંગ, રિસર્ફેસિંગ અને માર્ગ નિર્માણના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવા સુચન કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરની શરૂઆતથી કામગીરી શરૂ કરવા આદેશ પારિત કરવામાં આવ્યો છે. આ કામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઑને ડેડલાઇન પણ જાહેર કરી છે. નવરાત્રી સુધી તમામ રસ્તાઓની કામગીરી પૂરી કરો તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. સરકાર આ નિર્ણયથી ધૂળિયા રસ્તા 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ