બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / VTV has exclusive names before the second Congress list is announced

BIG NEWS / કોંગ્રેસના ઉમેદવારોનું EXCLUSIVE લિસ્ટ: ધાનાણી, ડેર અને દૂધાત સુરક્ષિત પણ બે બેઠકો પર પેચ ફસાયો

Malay

Last Updated: 03:18 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના ઉમેદવારોને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજ રાત સુધીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. એવામાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની એક્સક્લુઝીવ યાદી VTV પાસે આવી છે.

  • આજે જાહેર થઈ શકે છે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી
  • મોટાભાગના ધારાસભ્યોને કોંગ્રેસ આપશે વધુ એક તક 
  • યાદી જાહેર થાય એ પહેલા VTV પાસે છે એક્સક્લુઝીવ નામો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવા શરૂ કરી દીધા છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દરેક રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી માટે મંથન કરી રહ્યા છે. ભાજપ દ્વારા 160 બેઠકો પર ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આજ રાત સુધીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 43 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. એવામાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની એક્સક્લુઝીવ યાદી VTV પાસે આવી ગઇ છે. 

હાઈકમાન્ડે આપી દીધીતૈયારી કરવાની સૂચના

પાર્ટી હાઇકમાન્ડે આ ઉમેદવારોને તૈયારી કરવાની પણ સૂચના આપી દીધી છે. ઉમેદવારોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, આ યાદી જાહેર થાય એ પહેલાં જ VTV પાસે તેના નામ પણ આવી ગયા છે. 

જાણો કોને-કોને મળી શકે છે ટિકિટ

  • જેતપુર બેઠક પરથી ડી.કે વેકરીયા 
  • કેશોદ બેઠક પરથી હીરાભાઈ જોટવા 
  • વિસાવદર બેઠક પરથી કરશન વાડોદરા 
  • દ્વારકા બેઠક પરથી મુળુ કંડોરિયા 
  • અમરેલીથી પરેશ ધાનાણી 
  • સાવરકુંડલાથી પ્રતાપ દુધાત 
  • લાઠી બેઠક પરથી વીરજી ઠુમ્મર 
  • રાજુલા બેઠક પરથી અંબરીશ ડેર 
  • ટંકારા બેઠક પરથી લલિત કગથરા 
  • સોમનાથ બેઠક પરથી વિમલ ચુડાસમા 
  • ધોરાજી બેઠક પરથી લલિત વસોયા 
  • ઉના બેઠક પરથી પૂંજા વંશ 
  • જામજોધપુર બેઠક પરથી ચિરાગ કાલરીયા

કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. છેલ્લા બે દિવસમાં કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત તલાલાના ધારાસભ્ય ભગા બારડે પણ કેસરીયા કરી લીધા છે. કોંગી નેતાઓના રાજીનામા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ભાજપ પહેલા દિવસથી જ કોંગ્રેસને તોડીને ચૂંટણી લડવા માંગે છે. ચૂંટણી નજીક આવે તેમ કોંગ્રેસના લોકોને લઈ જાય છે. ભાજપનું સંગઠન હચમચી ગયું છે. ભાજપની યાદી જાહેર થયા બાદ ભાજપમાં પણ ભડકો થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ