બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / "Virat thinks he is Ronaldo but he is not Yuvraj Singh said a big thing about Kohli

ક્રિકેટ / "વિરાટ પોતાને રોનાલ્ડો માને છે પણ છે નહીં..." યુવરાજ સિંહે કોહલીને લઈને કહી મોટી વાત

Megha

Last Updated: 02:31 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2011 વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ખુલાસો કર્યો હતો કે વિરાટ કોહલી તેના કરતા સારો બેટ્સમેન છે, પરંતુ ફૂટબોલમાં તે પૂર્વ ભારતીય કેપ્ટન કરતા ઘણો સારો ખેલાડી છે.

  • વિરાટ કોહલીની મજાક ઉડાવતા યુવરાજ સિંહે કહી આવી વાત 
  • ફૂટબોલને લઈને તેની વિરાટ કોહલી સાથે મોટી લડાઈ થતી રહે છે 
  • કોહલી તેના કરતા સારો બેટ્સમેન છે, પરંતુ ફૂટબોલમાં તે વધુ સારો છે 

હાલના દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હવે તેણે વિરાટ કોહલી વિશે એક મોટી વાત કહી છે. વિરાટ કોહલીની મજાક ઉડાવતા યુવરાજ સિંહે કહ્યું છે કે તે પોતાને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માને છે, પરંતુ તે નથી. 

વિરાટ કોહલી મારા કરતા સારો બેટ્સમેન છે પણ... 
એ વાત તો જાણીતી છે કે યુવરાજ અને કોહલી બંને ભારત માટે એકસાથે રમ્યા છે. બંને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા, તેમજ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમમાં કેટલીક સીઝન સાથે રમી હતી. હવે 2011 વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ખુલાસો કર્યો હતો કે ફૂટબોલને લઈને તેની વિરાટ કોહલી સાથે મોટી લડાઈ થતી રહે છે. યુવરાજ સિંહે કહ્યું કે, વિરાટ કોહલી તેના કરતા સારો બેટ્સમેન છે, પરંતુ ફૂટબોલમાં તે પૂર્વ ભારતીય કેપ્ટન કરતા ઘણો સારો ખેલાડી છે.

જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાનો બેટિંગ સુપરસ્ટાર કોહલી ફૂટબોલનો ઘણો મોટો ફેન છે અને તે ઘણીવાર ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ સેશનમાં અને ચેરિટી મેચોમાં પણ ફૂટબોલ રમતા જોવા મળે છે. વિરાટ કોહલી FC ગોવાના સહ-માલિક પણ છે, જે ઈન્ડિયન સુપર લીગ (ISL)માં ભાગ લે છે.

વિરાટ કોહલી પોતાને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માને છે
આ દરમિયાન, યુવરાજ સિંહે, પ્રખ્યાત યુટ્યુબર સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, ખુલાસો કર્યો કે ફૂટબોલ મેચો દરમિયાન તે ઘણીવાર કોહલી અને આશિષ નેહરા સાથે ઝઘડા કરતો હતો. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડરે કહ્યું કે વિરાટમાં ફૂટબોલ રમવાની કુશળતા છે અને તે પોતાને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માને છે. યુવરાજે વધુમાં કહ્યું કે તે કોહલી કરતા વધુ સારો ફૂટબોલર છે

ક્રિકેટમાં વિરાટ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે : યુવરાજ સિંહ
યુવરાજ સિંહે ઈન્ટરવ્યુમાં કહ્યું, “ફૂટબોલમાં મારી અને વિરાટ વચ્ચે મોટી લડાઈ થાય છે. ફૂટબોલમાં નેહરા સાથે, વીરુ સાથે મારી મોટી લડાઈ છે,વિરાટ કોહલી માને છે કે તે ખૂબ જ સારો ફૂટબોલર છે. હા, તેની પાસે ફૂટબોલ રમવાની કુશળતા છે, પરંતુ મારી પાસે તેના કરતા વધુ છે. હું ખરાબ બેટ્સમેન હોઈશ પરંતુ હું વધુ સારો ફૂટબોલર છું. વિરાટ વિચારે છે કે તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, પરંતુ તે નથી. હા પણ ક્રિકેટમાં વિરાટ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ