બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli's 113 Propels India To 373/7 In 50 Overs vs Sri Lanka

ગુવાહાટી / કોહલી ફૂલ ફોર્મમાં ! શ્રીલંકા સામે સદી ફટકારીને એકસાથે બનાવ્યાં ઝાઝા રેકોર્ડ, ગણતા થાકી જવાશે

Hiralal

Last Updated: 05:25 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામના ગુવાહાટી ખાતે રમાઈ રહેલી 3 વનડે સિરિઝની પહેલી મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે.

  • શ્રીલંકા સામેની પહેલી વનડેમાં કોહલીએ દેખાડ્યો દમ 
  • ફટકારી સદી, વનડે કરિયરની 45મી સદી 
  • ગુવાહાટી વનડેમાં ભારતે વિશાળ સ્કોર કર્યો 

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે વર્ષ 2023ની શાનદાર શરૂઆત થઈ છે. શ્રીલંકા સામે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે. આ તેની વન ડે કારકિર્દીની 45મી સદી છે, જ્યારે 73મી આંતરરાષ્ટ્રીય સદી છે. વિરાટ કોહલીએ 80 બોલમાં આ સદી પૂરી કરી હતી અને છેલ્લી ઓવર સુધી ક્રિઝ પર રહ્યો હતો. કોહલીએ આ મેચમાં સૌથી વધારે 113 રન બનાવ્યાં હતા. ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે પણ કોહલીએ સૌથી વધારે 113 રન ફટકાર્યાં હતા. 

10 ડિસેમ્બરે બાંગ્લાદેશ સામે ફટકારી સદી, હવે શ્રીલંકા સામે 
વિરાટ કોહલીની વન ડેમાં આ સતત બીજી સદી છે. આ પહેલા 10 ડિસેમ્બરે વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે 113 રન બનાવ્યા હતા, આ મેચમાં ઈશાન કિશને બેવડી સદી ફટકારી હતી. એટલે કે, એક મહિનાની અંદર વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં બે સદી ફટકારી છે. ટીમ ઇન્ડિયા વન-ડે વર્લ્ડકપ 2023ની તૈયારી કરી રહી છે અને એ હિસાબે વિરાટ કોહલીનું ફોર્મમાં આવવું એ એક મોટો સંકેત છે.

શ્રીલંકા સામે પહેલી વનડેમાં કોહલીએ બનાવ્યાં ઘણા રેકોર્ડ 
વિરાટ કોહલીએ આ ઈનિંગથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. વિરાટ કોહલીની શ્રીલંકા સામે આ 9મી વન ડે સદી છે, જ્યારે તેની જ ધરતી પર આ 20મી સદી છે. આ સાથે જ તેણે સચિન તેંડુલકરના 20 સદીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી
• સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
• વિરાટ કોહલી - 266 મેચ, 45 સદી
• રિકી પોન્ટિંગ - 375 મેચ, 30 સદી
• રોહિત શર્મા - 236 મેચ, 29 સદી
• સનથ જયસૂર્યા - 445 મેચ, 28 સદી

વન-ડેમાં ભારત માટે સૌથી વધુ સદી
• સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
• વિરાટ કોહલી - 266 મેચ, 45 સદી
• રોહિત શર્મા - 236 મેચ, 29 સદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
• સચિન તેંડુલકર - 664 મેચ, 100 સદી
• વિરાટ કોહલી - 484 મેચ, 73 સદી
• રિકી પોન્ટિંગ - 560 મેચ, 71 સદી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ