બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:28 PM, 27 December 2023
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર શુભમન ગિલના ICC રેટિંગમાં ફરી એકવાર ડાઉન થયાં છે. જો કે રેટિંગ ડાઉન થવા પર પણ તેના રેકિંગમાં કોઈ ફેર જોવા મળ્યો નથી. પણ સવાલ એ છે કે આ ત્રણેય ખેલાડીઓ વનડે મેચ રમી રહ્યાં નથી તેમ છતાં તેનું રેટિંગ કેમ ડાઉન જઈ રહ્યું છે. આવો જાણીએ વિસ્તારથી

ADVERTISEMENT
ODI રેન્કિંગમાં બાબર આઝમ નંબર વન, શુભમન ગિલ બીજા સ્થાને
ICC દ્વારા નવી ODI રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે. આ રેકિંગ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ છે. જ્યારે શુભમન ગિલ બીજા નંબર પર છે. શુભમન ગિલ અત્યાર સુધી નંબર વન પર હતો જે હવે નંબર ટુ પર આવી ગયો છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો બાબર આઝમનું રેટિંગ ગયા અઠવાડિયા જેટલુ છે. જ્યારે શુભમનનું રેટિંગ ઘટ્યું છે..આપણે સૌ જાણીએ છીએ કે બાબર આઝમ કે શુભમન ગિલ ICC ODI વર્લ્ડ કપ 2023 પછી એકપણ ODI રમ્યા નથી. આટલુ જ નહીં વિરાટ કોહલી અને રોહિત શર્માના રેટીંગમાં પણ ઘટાડો આવ્યો છે.
આ કારણે રેન્કિંગ થયું ડાઉન
ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ કપ 2023 પછી ત્રણ ODI મેચ રમી છે અને પાકિસ્તાને એકપણ ODI મેચ રમી નથી. ત્યારે ICCના રેટિંગ નિયમો અનુસાર જો કોઈ ટીમ મેચ રમે છે પરંતુ તેનો ખેલાડી મેચ રમતો નથી તો તેનું રેટિંગ ડાઉન થાય છે. પણ જો ટીમ પણ ન રમે અને ખેલાડી પણ ન રમે તો તેના રેટિંગમાં કોઈ બદલાવ આવતો નથી.
ADVERTISEMENT
એટલે આ જ કારણ છે કે બાબરનું રેટિંગ પહેલા જે હતું તે જ છે. જ્યારે શુભમન ગિલનું રેટિંગ ગયા અઠવાડિયે 810 હતું જે ઘટીને 801 થઈ ગયું છે. આ બાદ વિરાટ કોહલીના રેટિંગ પર નજર કરવામાં આવે તો પહેલા તેનું રેટિંગ 755 હતું જે ઘટીને 768 થયું છે અને રોહિત શર્માનું રેટિંગ 754 હતું જે ઘટીને 746 થઈ ગયું છે. જેથી બાબર પહેલા સ્થાને, શુભમન બીજા, વિરાટ ત્રીજા અને રોહિત શર્મા ચોથા સ્થાને છે.
ટીમ ઈન્ડિયા હવે લગભગ છ મહિના સુધી નહીં રમે ODI મેચ
સારી બાબત એ છે કે ભારતીય ટીમ ICC T20 વર્લ્ડ કપ 2024 સુધી એકપણ વનડે મેચ રમશે નહીં... જેનાથી એ થશે કે તેના રેટિંગમાં કોઈ જ ફેરફાર થશે નહીં.. જે ખેલાડીઓ આ ત્રણેયથી નીચે છે અને જો તેઓ રમે છે અને સારૂ પ્રદર્શન કરે છે તો તેઓ આગળ નીકળી શકે છે.. રોહિત શર્મા પછીનું સ્થાન ડેવિડ વાર્નરનું છે જેનું રેટિંગ 745 છે તે પણ વનડે રમતા જોવા મળશે નહીં.. જ્યારે બાબર આવતા વર્ષે સીધા નવેમ્બરમાં વન ડે મેચ રમશે... જેથી આગામી સમયમાં ટોપ-5ની જગ્યામાં વધારે ફેરફાર થાય તેવુ લાગતુ નથી...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.