બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / viral video of monkeys child seen wrapped with mothers corpse

વાયરલ / VIDEO: મૃત માતાને પકડીને રડતું હતું વાંદરું, યુવકે કરી દફનવિધિ, દ્રશ્ય જોઈ હૈયું ધ્રુજી જશે

Arohi

Last Updated: 02:57 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માદા વાનરનું મોત થઈ ગયું છે અને તેના શવથી લપેટીને તેના બાળકો રડી રહ્યા છે. વાનરને દફનાવવા માટે યુવક બાળકને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તે પોતાની માતાથી અલગ થવાનું નામ નથી લઈ રહ્યા.

  • વાયરલ થઈ રહ્યો છે વાનરનો વીડિયો 
  • માતાને ભેટીને રડી રહ્યું છે બચ્ચુ 
  • માતાને દફનાવતી વખતે પણ સાથે રહ્યું બચ્ચુ 

કહેવાય છેને "મા તે મા". દરેક વ્યક્તિ માટે તેની માતા તેની દુનિયા હોય છે. માતા વગર ઘર અધુરૂ લાગે છે. તેના વગર બધુ સુનુ સુનુ લાગે છે. આ ભાવના ફક્ત વ્યક્તિમાં જ નહીં પરંતુ જાનવરોમાં પણ જોવા મળે છે. 

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનું વાંદરૂ પોતાની માતાના મૃત્યુ પર તેને છાતીથી વળગીને રડી રહ્યો છે. તે તેને છોડવા માટે તૈયાર નથી. આ વીડિયોને જોયા બાદ આંખોમાં આંસુ આવી જશે. 

માતાના મોત બાદ પણ તેને વળગી રહ્યો વાનર 
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક મૃત વાનરને કબરમાં દફનાવવાની તૈયારી કરી રહ્યો છે. મરેલા વાનરનું બાળક તેની બેડીને ભેટીને રડી રહ્યું છે તે પોતાની માતાને છોડી જ નથી રહ્યું. યુવકની સાથે તેના મિત્રો વાંદરાના બચ્ચાને તેનાથી છોડાવે છે. 

પરંતુ વાંદરાનું બચ્ચુ પોતાની માતાને દુનિયામાંથી જતા જોઈ ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યું છે. યુવક મૃત વાનરની બોડીને સંપૂર્ણ વિધિથી દફન કરી રહ્યો છે. તેના પર મીઠુ નાખીને તેને લાલ કપડાથી ઢાંકી રહ્યો છે. પરંતુ બચ્ચુ પોતાની માતાની પાસે જવા માટે ઉતાવળુ થઈ રહ્યું છે. 

વીડિયો જોઈ યુઝર્સ થયા ભાવુક 
1.30 મિનિટનો ભાવુક કરી દેતો આ વીડિયો જોઈ યુઝર્સની આંખો નમ થઈ ગઈ છે. આ વીડિયો જોઈ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- જય શ્રી રામ ભગવાન બજરંગબલીની આત્માને આંતિ પ્રદાન કરે. તમારા ચરણોમાં સ્થાન ગ્રહણ કરે. જય હનુમાન જય બજરંગ બલી જય હો. 

ત્યાં જ બીજા એક યુઝરે આ કામના વખાણ કરતા લખ્યું- તમે જે કામ કર્યું છે. તેને જોઈને અમે બધા દેશવાસીઓને આ પ્રકારનું માર્ગદર્શન મળે છે. ઈશ્વર મૃત્યુ આત્માને શાંતિ આપે અને ચરણોમાં સ્થાન આપે. જય શ્રી રામ.

આવી જ રીતે ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં વાનરના મોત પર પોતાનો શોક વ્યક્ત કર્યો છે. આ વીડિયોને કુલ 27 મિલિયન વ્યૂઝ અને 2 મિલિયન લાઈક મળી ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ