બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Vijay Deverakonda-Rashmika Mandanna going to get married, engagement date fixed

ગપશપ / સાઉથના આ સુપરસ્ટાર સાથે જલ્દી જ લગ્ન કરશે રશ્મિકા મંદાના! સગાઈની ડેટ થઈ ફિક્સ, અનોખી છે લવસ્ટોરી

Megha

Last Updated: 11:14 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે લાંબા સમયથી કશું ચાલી રહ્યું છે એવામાં હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે એમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.

  • અફવા છે કે વિજય દેવરકોંડાએ જ રશ્મિકા મંદાના સાથે સગાઈ કરી લીધી. 
  • ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. 
  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એમની સગાઈ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં થશે. 

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના ચાહકો લાંબા સમયથી તેમના લગ્નની અફવાઓ સાચી થાય તેની રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી બંને ડેટ કરી રહ્યા છે અને વિજય દેવરકોંડાએ હાલ જ રશ્મિકા મંદાના સાથે સગાઈ કરી લીધી હતી એવી અફવા હાલ લોકો વચ્ચે ચર્ચાની વિષય બની છે. 

હવે એ વાત તો એમના દરેક ચાહકો જાણે છે કે બંને વચ્ચે લાંબા સમયથી કશું ચાલી રહ્યું છે એવામાં હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે એમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના શૂટિંગ દરમિયાન વિજય દેવરાકોંડા અને રશ્મિકાના એકબીજાની નજીક આવ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું, ત્યારબાદ 'ડિયર કોમરેડ'માં જોવા મળ્યા હતા. 

ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે રશ્મિકા દરેક તહેવાર પર વિજય દેવરાકોંડાના ઘરે આવે છે. આ સિવાય એવી પણ અફવા છે કે બંને રજાઓ ગાળવા માલદીવ પણ ગયા હતા. એવામાં હવે સાંભળવા મળ્યું છે કે વિજય-રશ્મિકા લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને ટૂંક સમયમાં સગાઈ પણ કરશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સગાઈ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં થશે. જો કે આ દાવાઓમાં કેટલું સત્ય છે તે ત્યારે જ ખબર પડશે. 

વિજય દેવરાકોંડાની સામંથા રૂથ પ્રભુ સાથેની ફિલ્મ 'ખુશી' 1 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થઈ હતી. જો તેની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરીએ તો 'ફેમિલી સ્ટાર' ફિલ્મની રિલીઝ ડેટ કેટલાક કારણોસર મોકૂફ રાખવામાં આવી છે, જેમાં તેની સામે મૃણાલ ઠાકુર જોવા મળશે. સમાચાર છે કે આ ફિલ્મ 18 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ શકે છે.

વધુ વાંચો: Danny Jigar Review: મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી! 

રશ્મિકાની ફિલ્મોની વાત કરીએ તો તે હાલમાં તેલુગુ ફિલ્મ 'પુષ્પા 2'માં કામ કરી રહી છે. જેમાં અલ્લુ અર્જુન મુખ્ય હીરો છે. આ સિવાય તે તેલુગુ ફિલ્મ 'રેમ્બો'નો પણ હિસ્સો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ