બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / vijay deverakonda fees per film net worth and income sources

મનોરંજન / સેલ્ફ મેડ સ્ટાર છે વિજય દેવરકોંડા! આવી છે સાઈડ એક્ટરથી સુપર સ્ટાર બનવા સુધીની સફર, જાણો નેટવર્થ

Arohi

Last Updated: 12:00 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'લિગર' એક્ટર વિજય દેવરકોંડાએ આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આ જ કારણ છે કે હવે સફળતા મળ્યા બાદ તે એક ફિલ્મ માટે મોટી રકમ લે છે.

  • વિજય દેવરકોંડા હાલ 'લાઈગર'ને લઈને ચર્ચામાં છે 
  • 'લાઈગર' ફિલ્મ માટે વિજયને મોટી રકમ વસુલી છે
  • આ ફિલ્મ બાદ તે પોતાની ફિસ હજુ પણ વધારી શકે છે 

'અર્જુન રેડ્ડી' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપીને રાતોરાત લોકપ્રિય બનેલા સાઉથ એક્ટર વિજય દેવરકોંડા હાલ ચર્ચામાં છે. તે આગામી ફિલ્મ 'લાઈગર'નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. જે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિજય સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો ડંકો વગાડી ચૂક્યો છે, પરંતુ હવે તે 'લાઈગર'થી બોલિવૂડમાં ધૂમ મચાવવા તૈયાર છે. 

દરેક વ્યક્તિ તેની પર્સનાલિટી, સ્વેગ અને એટીટ્યુડના દિવાના છે. તેના કિલર લુક્સ પર છોકરીઓ ફિદા છે. તે દરેકનો 'નેશનલ ક્રશ' બની ગયો છે. શું તમે જાણો છો કે આ ચાર્મિંગ એક્ટર એક ફિલ્મ માટે કેટલો ચાર્જ લે છે અને તેની નેટવર્થ કેટલી છે. ફિલ્મો સિવાય આવકનો સ્ત્રોત શું છે? જાણો તેના વિશે....

ફિલ્મ માટે કેટલો ચાર્જ લે છે વિજય દેવરાકોંડા?
વિજય દેવરકોંડાએ થરુણ ભાસ્કરની Pelli Choopulu (2016)માં હીરો બનતા પહેલા ઘણા સપોર્ટિંગ રોલ કર્યા હતા. ધીમે ધીમે તેણે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું. તેની 'ગીતા ગોવિંદમ', 'નોટા', 'વર્લ્ડ ફેમસ લવર' અને 'ડિયર કોમરેડ' ખૂબ પસંદ કરવામાં આવી હતી. જ્યાં સુધી તેને 'લાઈગર' મળી ત્યાં સુધી વિજય એક ફિલ્મ માટે 6 થી 7 કરોડ રૂપિયા લેતો હતો.

'લાઈગર' માટે લીધી છે મોટી રકમ 
જોકે, વિજય દેવેરાકોંડાએ 'લાઈગર' માટે તગડી ફી વસૂલ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે 20 થી 25 કરોડ રૂપિયાની ફી લીધી છે. એક વાતચીતમાં ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ કહ્યું, "મેં સાંભળ્યું છે કે લાઈગરનું બજેટ અંદાજે 90 કરોડ રૂપિયા છે. 

વિજયે તેલુગુ-હિન્દી બાઈલિંગુએલ હોવાના કારણે 20-25 કરોડ રૂપિયા વસૂલ્યા છે. લાઈગર વિજયની બોલિવૂડની ડેબ્યૂ ફિલ્મ છે અને ધર્મા પ્રોડક્શન્સ સાથેની તેની પ્રથમ ફિલ્મ છે. આ હિન્દી ડેબ્યૂ અભિનેતા માટે આ સારી અમાઉન્ટ છે.

હજુ પણ વધી શકે છે વિજયની ફી 
રમેશ બાલાને એવું પણ લાગે છે કે જો 'Liger' બ્લોકબસ્ટર બને છે તો વિજય દેવરકોંડા પોતાની ફી હજુ પણ વધારી શકે છે. તેમણે જણાવ્યું 'અમે પુરી જગન્નાથ, Charmme Kaur  અને કરણ જોહર સાથે વિજયના રિલેશનશિપને જોઈ શકીએ છીએ. 

જો Liger પુષ્પા, RRR અને KGF 2 સાબિત થશે તો વિજય આ ત્રણની સાથે પ્રોફિટ પણ શેર કરશે. હવે તેમણે 40 દિવસ સુધી ફિલ્મનું પ્રમોશન કર્યું, જેના કારણે સારો એવો બઝ બની ગયો છે. જો કોન્ટેન્ટ સારૂ હશે તો લાઈગર આવનાર મોટી ફિલ્મ સાબિત થશે. 

જાણો કેટલી છે વિજયની નેટવર્થ 
વિજયની નેટવર્થ વિશે વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, 2022માં તેની કુલ સંપત્તિ 39 કરોડની આસપાસ છે. આ ઉપરાંત તેની પાસે લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે અને આલીશાન બંગલો પણ છે. વિજયે ઘણી વખત ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે એક મિડલ ક્લાસ ફેમિલિમાંથી આવે છે અને સેલ્ફ મેડ સ્ટાર છે. ફિલ્મોમાં આવ્યા પછી, વિજયે વર્ષ 2019માં 15 કરોડ રૂપિયાનું ઘર બનાવડાવ્યું. જે હૈદરાબાદના પોશ વિસ્તારમાં બનેલું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ