બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Vijay Devarkonda is going to pay 1 crore rupees to 100 families after the success of his film Kushi

ફિલ્મજગત / વિજય દેવરકોંડા 100 પરિવારોને એક-એક લાખ રૂપિયાની મદદ કરશે: પાંચ વર્ષ બાદ ફિલ્મ હિટ થઈ તો ખુશીમાં કર્યું મોટું એલાન

Vaidehi

Last Updated: 07:13 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ ફિલ્મ 'ખુશી'ની સફળતા બાદ કમાણીમાંથી એક કરોડ રૂપિયા 100 પરિવારોમાં વહેંચવાનો વાયદો કર્યો છે. પાંચ વર્ષ બાદ તેમની હિટ ફિલ્મ આવવાને લીધે તેમણે આ મોટું એલાન કરીને લોકોનું દિલ જીતી લીધું છે.

  • સાઉથનાં સ્ટાર બની ગયાં સુપરસ્ટાર
  • પાંચ વર્ષ બાદ હિટ ફિલ્મ આવતાં થઈ ગયાં ખુશ
  • 100 પરિવારોને ફિલ્મની કમાણીમાંથી આપશે 1-1 લાખ રૂપિયા

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા પોતાની ફિલ્મ 'ખુશી'ને લઈને ચર્ચામાં છે. વિજય અને સામંથાની ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. પોતાની ફિલ્મની સફળતા પર અભિનેતા વિજય ઘણાં ખુશ છે. 'ખુશી' પાંચ વર્ષો બાદ તેમની પહેલી હિટ ફિલ્મ છે. તેને વધુ ખાસ બનાવવા માટે એક્ટરે મોટો વાયદો કર્યો છે. ખુશી ફિલ્મની કમાણીમાંથી એક કરોડ રૂપિયા 100 પરિવારોને આપવાનો વાયદો એક્ટરે કર્યો છે.

વિશાખાપટ્ટનમમાં કર્યું એલાન
4 સપ્ટેમ્બરનાં ખુશીની સફળતાનાં સેલિબ્રેશન માટે વિશાખાપટ્ટનમમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ફિલ્મનાં અભિનેતા વિજય દેવરકોંડા પણ હાજર હતાં. આ દરમિયાન તેમણે ફિલ્મને આટલો પ્રેમ આપવા બદલ ફેન્સનો ધન્યવાદ માન્યો અને સાથે જ ખુલાસો કર્યો કે તે પોતાની ફિલ્મની કમાણીથી જરૂરતમંદ પરિવારોને એક કરોડ રૂપિયા દાન કરશે. તેમણે કહ્યું કે હું પોતાના પ્રશંસકોની સાથે ખુશી મનાવવા ઈચ્છું છું અને 100 પરિવારોને 1-1 લાખ રૂપિયાનો ચેક આપવા ઈચ્છું છું.. તેમણે કહ્યું કે આ પરિવારોની લિસ્ટ આજે જારી કરવામાં આવશે.

દર્શકોનો માન્યો આભાર
તેમણે કહ્યું કે પ્રશંસકો અને દર્શકોનાં પ્રેમને કારણે જ આ સંખ્યા અને સફળતા મળી રહી છે. આ સફળતા પાછળનું કારણ તમે જ છો. તમે બધાં ઈચ્છો છો કે હું જીતું અને મારી ફિલ્મો સફળ થાય. જો મારી ફિલ્મો ફ્લોપ થાય છે તો તમે પણ દુ:ખી થાઓ છો અને જો હિટ જાય તો તમે ખુશ થાઓ છો. હું આ મંચથી કહી રહ્યો છું કે હવેથી હું મારા પરિવારની સાથે 100% તમારા માટે પણ કામ કરીશ. તમારે હંમેશા હસ્તા રહેવું જોઈએ. મને તમારા બધાનાં ચહેરા પર સ્મિત જોવું છે. હું તમને વ્યક્તિગતરૂપે તો નહીં મળી શું પરંતુ હું મારી ખુશીની કમાણીમાંથી 1 કરોડ રૂપિયા પોતાના આ પરિવારને આપી રહ્યો છું જેથી તમે પોતાની ખુશી વહેંચી શકો. હું થોડા જ સમયમાં 100 પરિવારોનું સિલેક્શન કરીને પ્રત્યેક પરિવારને 1 લાખ રૂપિયાનો ચેક આપીશ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ