બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video of a crocodile near the Dhara of Gir Somnaths Khodiyar temple

સ્નેહમિલન / શીતલ.. શીતલની બૂમો લગાવતા જ જીવા ભગત સામે આવી જાય છે મગર, ગીર સોમનાથના આ વીડિયોએ સૌ કોઈને ચોંકાવ્યા

Kishor

Last Updated: 05:04 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથમાં મગરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જણાતી વિગત અનુસાર જીવા ભગત નામના વ્યક્તિ નદીમાં રહેતી મગરને "શીતલ" નામથી સંબોધે છે ત્યારે મગર પાણીમાંથી દોડી આવે છે અને જીવા ભગત મગરના માથા પર હાથ ફેરવે છે.

  • ગીર સોમનાથમાં મગરનો વીડિયો વાયરલ
  • હિરણ નદીના કિનારે ખોડીયાર મંદિરના ધરા પાસે મગરનો વીડિયો
  • સવની ગામ પાસે ખોડીયાર ગાગડીયા ધરાનો વીડિયો હોવાનુ અનુમાન

સોશિયલ મીડિયાના આ જમાનામાં પક્ષી,પ્રાણી પ્રેમીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એક વ્યક્તિના મગર પ્રેમનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે આ વીડિયોએ જોનારા લોકોને ચોંકાવી દીધા છે.  આમ તો મગર જોઈને જ લોકોનો પરશેવો છૂટી જાય છે પણ આ વીડિયો કદાચ કલ્પી પણ ન શકાય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. 

મગરના માથામાં હાથ પણ ફેરવે છે 

આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક વૃદ્ધ એક પરિવાર સાથે મગરને બોલાવે છે અને તેને ખોરાકના રૂપમાં ગાંઠિયા ખવડાવે છે. બાદમાં મગરને શિતલ જય ખોડિયાર મા બોલી માથા પર હાથ પણ ફેરવે છે. આ વીડિયો વેરાવળ નજીક આવેલા સવની ગામ નજીક ખોડીયાર મંદિરના ગાગડીયા ધોધનો હોવાનું માનવામાં આવે છે. ત્યાં પાણીમાં એક મગર વસવાટ કરે છે.


શીતલ બૂમ પાડતા દોડી આવે છે મગર

જ્યાં જીવા ભગત નામના વ્યક્તિ ઘૂનામાં રહેતી મગરને "શીતલ" નામથી સંબોધે છે અને મગર પણ ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય, પરંતુ જીવા ભગત શીતલ...શીતલ...નામથી બોલાવતા જ મગર તેમની પાસે આવી પહોંચે છે. જીવા ભગત તેને ખાવાનો ખોરાક આપે છે. ત્યાર બાદ તેમના માથા પર હાથ ફેરવે છે. જે બાદ મગર ઉંડા પાણીમાં જતી રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ