બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VIDEO: Death of humanity in UP, two-year-old brother's dead body walked innocently

આઘાત / VIDEO : યુપીમાં માનવતાનું મરણ, બે વર્ષના ભાઈની લાશ હાથમાં લઈને ચાલ્યો માસૂમ, નહીં જોવાય વીડિયો

Hiralal

Last Updated: 08:58 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બાગપતમાં એમ્બ્યુલન્સ ન મળતા એક છોકરાને તેના 2 વર્ષના નાના ભાઈની લાશ હાથમાં રાખીને લઈ જવી પડી હતી.

  • યુપીના બાગપતમાં માનવતા લાજી 
  • બે વર્ષના નાના ભાઈની લાશ હાથમાં રાખીને લઈ ગયો છોકરો 
  • એમ્બ્યુલન્સ ન મળતા કરવું પડ્યું આવું આઘાતજનક કામ 

દેશમાં ડેડબોડી માટે એમ્બ્યુલન્સ ન મળવાની ઘટનાઓ વધી રહી છે જે માનવતાના મરણ સમાન છે. મધ્યપ્રદેશ અને યુપીમાં આવી ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે. એમપી બાદ હવે યુપીના બાગપતમાં એવી આઘાતજનક ઘટના સામે આવી છે જે જાણતા થરથરી જવાય છે. યુપીના બાગપતમાં એમ્બ્યુલન્સ ન  મળતા એક છોકરાને તેના 2 વર્ષના નાના ભાઈની લાશ હાથમાં રાખીને ઘણે દૂર સુધી લઈ જવી પડી હતી. 

જાણો શું છે મામલો
સીતા નામની મહિલા બે વર્ષના પુત્ર કાલા અને છ વર્ષની પુત્રી કોકોને લઈને બાગપત આવી હતી જ્યાં સતત રડવાને કારણે માતા સીતા ગુસ્સે ભરાઈ હતી અને તેણે કાલાને રસ્તા પર ફેંકી દીધો હતો ત્યાર બાદ એક અજાણી મહિલાની કારની અડફેટે આવી જતા કાલાનું મોત થયું હતું. ત્યાર બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી હતી અને કાલાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. સાંજના સમયે મૃતક બાળકના પિતા પ્રવીણ અને તેના ભાઈ શિવમને ડોક્ટરોએ તેની લાશ સોંપી હતી. કાલાના પરિજનોએ ડોક્ટરોને એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવાની કાકલૂદી કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ ન હોવાનું બહાનું કાઢીને ડોક્ટરોએ તેમની ગંભીર વાત ઉડાવી મૂકી હતી. આથી પરિજનોએ પોતાની રીતે કાલાની ડેડબોડી લઈ જવી પડી હતી. 

ડેડબોડી લઈ જવા માટે પરિવારે આવું કર્યું
એમ્બ્યુલન્સ ન આપવાના ડોક્ટરના ઈન્કાર બાદ પરિવારજનો ભારે હૈયે કાલાની ડેડબોડી હાથમાં લઈને ચાલતા થયા હતા. પહેલા પિતા પ્રવીણે પોતાના હાથમાં કાલાની ડેડબોડી રાખીને ચાલતા રહ્યાં ત્યાર બાદ થાકતા તેમણે તેમના 16 વર્ષીય મોટાપુત્રને 2 વર્ષના કાલાની ડેડબોડી સોંપી હતી. આ પછી તે પણ તેના હાથમાં કાલાની લાશ રાખીને ચાલતો રહ્યો હતો. ઘણી વાર સુધી આ રીતે ચાલ્યા બાદ આખરે તેમની પાછળ એક એમ્બુલન્સ આવી હતી અને પછી તેની લાશને તેના ગામ સુધી લઈ જવામાં આવી હતી. 

પ્રાઈવેટ એમ્બ્યુલન્સના પૈસા નહોતાઃ પ્રવીણ
મૃતક બાળકના પિતા પ્રવીણે જણાવ્યું હતું કે, તે રાજસ્થાનમાં હતો ત્યારે તેને પત્નીના કૃત્ય અને પુત્રના મોતની જાણ થઈ ત્યારે તે તેના પુત્ર સાથે નીકળ્યો હતો અને સાંજે બાગપતની જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ પુત્રનો મૃતદેહ તેમને સોંપી દેવામાં આવ્યો હતો, પરંતુ ભારે આજીજી બાદ પણ તેને હિયર્સ વાન કે સરકારી એમ્બ્યુલન્સ પૂરી પાડવામાં આવી ન હતી. તેની પાસે ખાનગી એમ્બ્યુલન્સ  માટે પૂરતા પૈસા પણ નહોતા. આ પછી, અમે પિતા-પુત્રએ કાલાની લાશને હાથમાં લઈને ચાલવાનો નિર્ણય લીધો. લગભગ એક કલાક પછી, હિયર્સ વાન તેમની પાસે આવી અને અમે મોડી રાત સુધીમાં ગામમાં પહોંચી શક્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ