બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / VIDEO Australian Prime Minister reached Little India,eat chaat-jalebi on the advice of PM Modi

અરે વાહ / VIDEO: PM મોદીની વાત માની ચાટ ખાવા નીકળ્યા ઓસ્ટ્રેલિયાના PM, જલેબી ખાઈને બોલી ઉઠયા- WOW!

Megha

Last Updated: 11:16 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ચાટ અને જલેબી ખાવાનો વીડિયો અને ફોટો શેર કર્યો છે આ સાથે એમને આ વિડીયોમાં પીએમ મોદીને ટેગ પણ કર્યા છે.

  • વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે એક વીડિયો પોસ્ટ કર્યો છે
  • જેમાં તેઓ ચાટ અને જલેબી ખાઇ રહ્યા છે
  • આ સાથે એમને આ વિડીયોમાં પીએમ મોદીને ટેગ પણ કર્યા છે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા મહિને ઓસ્ટ્રેલિયા ગયા હતા ત્યારે તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસને ચાટ અને જલેબી ખાવા માટે આગ્રહ કર્યો હતો. હવે આ સમયે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં પ્રેસિડેન્ટ બાયડનના ખાસ મહેમાન છે ત્યારે હાલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પીએમ મોદીના આગ્રહનો સ્વીકાર કરીને ચાટ-જલેબી ખાવા પંહોચ્યાં  હતા. 

વાત એમ છે કે હાલ જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ ચાટ અને જલેબી ખાઇ રહ્યા છે. એમને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ચાટ અને જલેબી ખાવાનો વીડિયો અને ફોટો શેર કર્યો છે આ સાથે એમને આ વિડીયોમાં પીએમ મોદીને ટેગ પણ કર્યા છે. 

હાલ સિડનીના ઉપનગર હેરિસ પાર્કને લિટલ ઈન્ડિયા તરીકે ઓળખાય છે અને ત્યાં ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે ચાટ અને જલેબી જેવા ભારતીય સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ચાખ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા મહિને ઑસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા ત્યારે તેમણે એન્થોની અલ્બેનીઝને ચાટ અને જલેબી ખાવા માટે આગ્રહ કર્યો હતો અને હવે ઑસ્ટ્રેલિયન વડા પ્રધાને એ એમની વાત માની અને હાલ તેઓ ચાટ અને જલેબી ખાવા પંહોચ્યાં હતા. 

એન્થોની અલ્બેનિસે ચાટ અને જલેબી ખાતી વખતે પોતાનો ફોટો અને વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. સાથે જ એન્થોની આલ્બાનીસે ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે કે, "એન્ડ્ર્યુ ચાર્લટન સાથે લિટલ ઈન્ડિયા, હેરિસ પાર્કમાં શુક્રવારની રાત અદ્દભુત રહી. અમે જયપુર સ્વીટ્સમાં ચાટકાઝમાં ચાટ અને જલેબી ખાધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણો અજમાવી!"

જણાવી દઈએ કે પરરામટ્ટામાં સ્થિત હેરિસ પાર્કમાં મોટા ભારતીય સમુદાયનું રહેઠાણ છે અને તે ભારતીય ભોજન અને ઘણા ભારતીય માલિકીના વ્યવસાયો અને દુકાનો માટે પ્રખ્યાત છે. અહીં ભારતીય સમુદાયના સેંકડો લોકો રહે છે તેથી જ આ સ્થળને લિટલ ઈન્ડિયા કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે PM મોદી અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે ગયા મહિને સિડનીમાં કુડોસ બેંક એરેના ખાતે આયોજિત એક કાર્યક્રમમાં 'લિટલ ઇન્ડિયા' ગેટવે માટે શિલાન્યાસ કર્યો હતો. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ લખ્યું, "એવું લાગે છે કે શુક્રવારની રાત તમારા માટે યાદગાર રાત રહી છે, જેમાં શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિ અને રસોઈનો સ્વાદ માણ્યો. તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાની જેમ વિજય સમાન છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ