બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vice President Venkaiah Naidu performed Paduka Pooja of Dwarkadhish blessed Nageshwar temple too

સ્વાગતમ્ / ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દ્વારકાધીશના પાદુકા પૂજન કરી લીધા આશીર્વાદ, નાગેશ્વર મંદિરે પણ કર્યા દર્શન

Kishor

Last Updated: 04:53 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે પત્ની ઉષાબહેન સાથે સપરિવાર દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

  • દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
  • પૂજારી પરિવાર દ્વારા ઉપરાષ્ટ્રપતિનું કરાયું સ્વાગત
  • વૈકૈયા નાયડુએ ભગવાન દ્વાકાધીશના કર્યા દર્શન પૂજન 

દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આજે હાલારના પ્રવાસે આવ્યા છે. આ અવસરે તેઓનું સવારે જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. જ્યાં ટૂંકા રોકાણ બાદ તેઓ દ્વારકા જવા રવાના થયા હતા. જ્યાં દ્વારકાના નાગેશ્ર્વર અને જગત મંદિરે દર્શન કર્યા હતા. દ્વારકાધીશ મંદિર ખાતે પૂજારી પરિવાર દ્વારા ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદવૈકૈયા નાયડુએ ભગવાન દ્વારકાધીશના પાદુકા પૂજન કરી ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લીધા હતાં. 

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ પત્ની ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 
   


દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન - અર્ચન  સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. બાદમાં દેવકીજીના મંદિરમાં દર્શન કર્યા હતા. 

આ પ્રસંગે ગુજરાતની ભાતીગળ  સંસ્કૃતિ અભિવ્યક્ત કરતા આશાપુરા રાસ મંડળી - મકનપુર દ્વારા અને કસ્તુરબાગાંધી વિદ્યાલય - આરંભડા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સંગઠનના મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી ઉપરાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, એસપી નિતેશ પાંડે, ગ્રામગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુ બેરા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, સંગઠનના અગ્રણીઓ, શૈલેષ કણજારીયા, વિજય બુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ