બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / vastu tips plant these trees around the house and will get a good news vastu shastra

વાસ્તુ ટિપ્સ / ઘરની આસપાસ લગાવો આ ફળદાર ઝાડ, ટૂંક સમયમાં ઘરમાં ગુંજી ઉઠશે કિલકારીઓ

Manisha Jogi

Last Updated: 05:12 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફૂલ છોડ પ્રાણ અને વાયુ પ્રદાન કરવાની સાથે વાતાવરણ શુદ્ધ બનાવે છે. ઘરની આસપાસ ફળદાર ઝાડ લગાવવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. આ કારણોસર ઘરની આસપાસ આમળા, જમરૂખ, દાડ, પપૈયુ જેવા ફળદાર ઝાડ લગાવવા જોઈએ.

  • ફૂલ છોડ વાતાવરણ શુદ્ધ બનાવે છે
  • ફળદાર ઝાડ લગાવવાથી સંતાનપ્રાપ્તિ થાય છે
  • જાણો ઝાડ કાપવાના નિયમ

ફૂલ છોડ પ્રાણ અને વાયુ પ્રદાન કરવાની સાથે વાતાવરણ શુદ્ધ બનાવે છે. આ કારણોસર ઘરની આસપાસ ઝાડ લગાવવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફળદાર ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરની આસપાસ ફળદાર ઝાડ લગાવવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. આ કારણોસર ઘરની આસપાસ આમળા, જમરૂખ, દાડ, પપૈયુ જેવા ફળદાર ઝાડ લગાવવા જોઈએ. જો તમારા ઘરમાં પહેલાથી જ આ ઝાડ હોય તો તે સૂકાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. આ ઝાડ સુકાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે. જો કોઈ ઝાડ સુકાઈ જાય તો તેને હટાવીને તેની જગ્યાએ નવું ઝાડ લગાવવું જોઈએ. 

ઝાડ કાપવાનો નિયમ
વાસ્તુશાસ્ત્ર અનુસાર નક્ષત્રો અનુસાર મૃગશિરા, પુનર્વસુ, અનુરાધા, હસ્ત, મૂળ, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા,ઉત્તરાભાદ્રપદ, સ્વાતિ અને શ્રવણ નક્ષત્રમાં ઝાડ કાપવું તે સારું માનવામાં આવે છે. ઉપરાંત કોઈપણ ઝાડ કાપતા પહેલા તેની પૂજા કરવી જોઈએ. સૌથી પહેલા ફૂલ અને નૈવેથી વૃક્ષની પૂજા કરવી જોઈએ. ત્યારપછી તેને કપડાંથી ઢાંકીને તેના પર સફેદ રંગનો સુતર લપેટી દેવો જોઈએ. હવે ‘વૃક્ષ પર જે પ્રાણી વસતા હોય તેમનું કલ્યાણ થાય તેમને મારા નમસ્કાર. તમે મારા ઉપહારને ગ્રહણ કરો અને તમારા નિવાસ સ્થાનને અન્ય જગ્યા પર લઈ જાવ.’ તેવું કહીને પ્રાર્થના કરો.

 ‘હે વૃક્ષોમાં શ્રેષ્ઠ, તમારું કલ્યાણ થાય, ગૃહ તથા અન્ય કાર્યોના નિમિત્ત મારી પૂજાનો સ્વીકાર કરો.’ તેવું કહીને પૂજા કરો. પૂજા કર્યા પછી વૃક્ષ પર જળ અર્પણ કરીને કુહાડી પર મધ અને ઘી લગાવીને પૂર્વથી ઉત્તર દિશા તરફ ઝાડની ચારે બાજુ ફરીને તે વૃક્ષને કાપો. વૃક્ષને ગોળાકારમાં કાપવું અને ઝાડ તે પડે તે જોવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ