બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Valsad News: Girl student killed in Dahad village of Umargam

વલસાડ / ટ્યુશન જતી વિદ્યાર્થિનીને ઘેરીને 3 યુવકોએ કરી હત્યા : ઉમરગામમાં હચમચાવી દેનારી ઘટના

Vishnu

Last Updated: 06:10 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહાડ ગામ નજીક એકાંતનો લાભ લઇ 3 યુવકોએ વિદ્યાર્થીનીની કરી હત્યા, પોલીસે ત્રણે આરોપીને ઝડપી પાડ્યા

  • વલસાડના ઉમરગામના દહાડ ગામે વિદ્યાર્થીનિની હત્યા
  • વિદ્યાર્થીની ટ્યુશનમાં જઇ રહી હતી ત્યારે કરાઇ હત્યા
  • 3 યુવકોએ ઘેરીને હત્યા કરી 

ગુજરાતમાં દિન દહાડે ચોરી, લૂંટફાટ, દુષ્કર્મ અને હત્યાના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને  ગત મહિનાઓમાં એક બાદ એક યુવતી પર એક તરફી પ્રેમમાં ઘાતકી હત્યાની ઘટનાએ ગુજરાતને ઝંઝોળી નાખ્યું છે. 

વલસાડના ઉમરગામના દહાડ ગામે વિદ્યાર્થીનિ હિચકારી હત્યા કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીની ટ્યુશન જવા માટે ઘરેથી નીકળી હતી જે બાદ ત્રણ યુવકોએ તેનો પીછો કર્યો હતો. એકલતાનો લાભ લઈ કિશોરીને ઘેરી લીધી હતી અને બાદમાં મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. 

જો કે પોલીસે CCTV અને અન્ય સર્વેલન્સની મદદથી તાબડતોબ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ત્રણે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી જેલ હવાલે કરી પૂછપરછ આદરી છે. આપણે જણાવી દઈએ કે પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

હત્યાની જાણ પરિવાર અને દહાડ ગામના લોકોને થતાં મોટી સંખ્યામાં ગામ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને ઘટનાને વખોડી કાઢી આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી હતી. પરિવારજનો તેમજ સંબંધીઓ લાડકવાયી દીકરીની હત્યાથી શોકમાં ગરકાવ થઈ ગયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ