બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / vaishali takkar suicide case absconding accused rahul navlani arrested from indore

ધરપકડ / ટીવી કલાકાર વૈશાલી ઠક્કરને આપઘાત માટે ઉશ્કેરનાર રાહુલ નવલાણીની ઈન્દોરમાંથી ધરપકડ

MayurN

Last Updated: 09:13 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસના આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી છે. રાહુલની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી છે.

  • વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસના પાડોશી રાહુલની ધરપકડ
  • સુસાઈડ નોટમાં રાહુલ નવલાણી અને તેની પત્નીનું નામ હતું
  • કથિત આરોપી રાહુલની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી છે

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર આત્મહત્યા કેસના આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી છે. રાહુલની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર હરિ નારાયણ ચારી મિશ્રાએ આ વાતની પુષ્ટિ કરી છે.

આરોપીની ધરપકડ
વૈશાલી ઠક્કરે ઈન્દોરમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી. તેમાં એક સુસાઈડ નોટ હતી. સુસાઈડ નોટમાં રાહુલ નવલાણી અને તેની પત્ની દિશાને ટોર્ચર અને હેરાન કરવાનું લખ્યું હતું. બંને ફરાર થઈ ગયા હતા, જે બાદ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે કોઈ તેમની મળવાની માહિતી પોલીસને આપશે તેને પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ સાથે રાહુલ નવલાણી અને તેની પત્ની દિશા વિદેશ જાય તેવી પણ શક્યતાઓ હતી. આ સિવાય વૈશાલીએ પોતાની ડાયરીમાં ત્રીજા વ્યક્તિ વિશે પણ માહિતી આપી છે. તેનું નામ રોહિત જણાવવામાં આવી રહ્યું છે. 

સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?
વૈશાલી પાસેથી પોલીસને મળેલી સુસાઈડ નોટમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે રાહુલ નવલાણી તેને છેલ્લા અઢી વર્ષથી હેરાન કરી રહ્યો હતો. રાહુલના કારણે વૈશાલીની પહેલી સગાઈ તૂટી ગઈ હતી. આ પછી, 20 ઓક્ટોબરે જ્યારે વૈશાલી મિતેશ કુમાર ગૌર નામના વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી હતી, ત્યારે તેણે રાહુલના કારણે પીછેહઠ કરી હતી. મિતેશે પણ લગ્નની વિધિ માટે ઈન્દોર આવવાની ના પાડવાનું શરૂ કર્યું હતું.

વૈશાલીના ભાઈએ કર્યો ખુલાસો 
આરોપી રાહુલ નવલાણીનું વર્ણન કરતાં વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરે પોલીસને જાણ કરી હતી કે રાહુલ તેની બહેનને ધમકી આપતો હતો. તેણે અભિનેત્રીની પ્રથમ સગાઈ તોડવી નાખી. તે વૈશાલીની તસવીરો શેર કરવાની ધમકી આપતો હતો. તે અભિનેત્રીના મંગેતરને તેની સાથે લગ્ન ન કરવાનો મેસેજ કરતો હતો. રાહુલ વૈશાલી ઠક્કરને કહેતો હતો કે તે તેને લગ્ન થવા દેશે નહીં. તેનું ઘર વસવા નહી દે. આ બધું છેલ્લા અઢી વર્ષથી ચાલતું હતું. પરિવારે આ અંગે રાહુલના પરિવારને પણ વાત કરી હતી, પરંતુ તેઓ માન્યા ન હતા. રાહુલની હરકતોથી કંટાળીને વૈશાલીએ મૃત્યુને ભેટવાનું યોગ્ય માન્યું.

મા ન્યાય માંગે છે
વૈશાલીનો પરિવાર હજુ પણ આઘાતમાં છે. અભિનેત્રીની માતા ન્યાય માંગે છે. વૈશાલીની માતાએ કહ્યું કે વૈશાલીએ મને કહ્યું હતું કે મમ્મી, તે મને અઢી વર્ષથી હેરાન કરે છે. હું તમને કહેવા માંગતી ન હતી કારણ કે તમે હાર્ટ પેશન્ટ છો. મેં વિચાર્યું હતું કે હું આ બધું સંભાળી લઈશ, પરંતુ હવે હું થાકી ગઈ છું અને હવે તમે આ સમસ્યાનો ઉકેલ લાવો. રાહુલ ફિલ્મ 'ડર'માં શાહરૂખ ખાનના પાત્ર જેવો છે. તે બહારથી ખૂબ જ મીઠો લાગે છે, પરંતુ અંદરથી જોશો તો તે ખૂબ જ ખતરનાક છે. તેને કોઈ ઓળખતું નથી, માત્ર હું જ જાણું છું કે તે કેવો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ