બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara rocked: Three families committed mass suicide in last two months, Vadapaun lorry case horrifying

ચિંતાજનક / વડોદરાને હચમચાવી મૂક્યું: છેલ્લા બે મહિનામાં ત્રણ પરિવારોએ કર્યો સામૂહિક આપઘાત, વડાપાઉંની લારી વાળો કિસ્સો ભયાનક

Vishal Khamar

Last Updated: 10:51 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા માં છેલ્લા બે મહિનામાં  ત્રણ પરિવારો એ સામૂહિક આત્મ હત્યાનો માર્ગ અપનાવી જીવન ટુંકાવ્યા છે પરિવારના તમામ સભ્યો એક સાથે જીવન ટુકાવે એ સમાજ માટે ચિંતાનો વિષય છે કુદરતે આપેલી માનવ જિંદગીઓ  સમાપ્ત થવાનો સિલસિલો ચિંતાજનક છે. જુઓ સંવાદદાતા માનુ ચાવડાનો રિપોર્ટ

 

  • વડોદરામાં છેલ્લા બે મહિનામાં ત્રણ પરિવારોએ સામૂહિક આપઘાત કર્યો
  • બે મહિનામાં ત્રણ પરિવાનાં 7 સભ્યોએ જીવન ટૂંકાવ્યું
  • મોંઘવારીનાં સમયમાં આર્થિક સંકડામણને કારણે લોકો આત્મહત્યા કરવા મજબૂર

સામાન્ય રીતે વડોદરા શહેરને સંસ્કારી નગરી શિક્ષણ નગરી કહેવામાં આવે છે. પરંતુ આજ નગરમાં સમાજ ને હાચમચવી મૂકે તેવી ઘટના ઓ  આકાર લઇ રહી છે. શહેરમાં બે  મહિનામાં ત્રણ પરિવાર ના 7 સભ્યો એ સામૂહિક આત્મ હત્યા કરી જીવન ટૂંકાવયું છે .

કેમ આખા પરિવાર આત્મ હત્યા ના પગલે જઈ રહ્યું છે. જીવન માં શું ખૂટી રહ્યું છે કે પોતાના પ્રિયજનો સાથે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. મોઘવારીના સમય માં આર્થિક સંકડામણ,બદલાતી સમાજ વ્યવસ્થા એટલે કે વિભક્ત કુટુંબો,લોકો ની દુઃખ સહન કરવા ની શક્તિ ઓછી થઈ રહી છે આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

ફાઈલ ફોટો

કિસ્સો.1 ..ગોત્રી વિસ્તારમાં શિવાલય હાઇટ્સમાં રહેતા આશિષ રાણે વડાપાઉંની લારી ચલાવતો હતો. અને નોકરી પણ કરતો હતો અને પત્ની આરતી સાથે અઢી વર્ષના પુત્ર સાઈ સાથે રહેતો હતો. નજીકમાં કોઈ સગાના સંપર્કમાં પણ ના હતો અને નાનકડા માસૂમ પુત્રને એકલો મૂકી પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

ફાઈલ ફોટો

કિસ્સો..2...કારેલીબાગ વિસ્તારમાં એક મહિના પહેલા માતા દક્ષા ચૌહાણે બે દીકરી હની ચૌહાણ અને શાલિની ચૌહાણની ગળું દબાવીને હત્યા કર્યા બાદ પોતે પણ પંખા સાથે લટકી ગઈ હતી. જોકે આ કેસમાં બંને દીકરીના મોત થયા જ્યારે માતા સારવાર દરમ્યાન બચી જવા પામી હતી.અહી યુવાન દીકરીઓની છૂટાછેડા લીધેલી માતાએ કેવી રીતે દીકરીઓને મોટી કરવી તેમના સપના સાકાર કરવા તેની મુઝવણમાં હતી અને બંને પુત્રીઓની હત્યા કરી નાખી. 

કિસ્સો..3...ગઈ કાલે વડોદરાના પિરામિતા રોડ પર આવેલી કાછિયાપોળમાં પંચાલ પરિવારે આત્મહત્યા કરી લીધી. આ પરિવારના મોભી મુકેશ પંચાલ સિક્યુરિટીમાં નોકરી કરતા હતા. જોકે પુત્ર મિતુલ કોલેજ પછી કંઇજ કામ ધંધો કરતો ના હતો. અને જે મકાન માં ભાડે થી રહેતા હતા. તે મકાન અન્ય વ્યક્તિ ને વેચતા મકાન ખાલી કરવાનું હતું. પરિવાર આર્થિક રીતે મુશ્કેલી મૂકયો હતો જેના કારણે પંચાલ પરિવારે જીવન ટૂંકાવ્યું. પુત્ર મિતુલનો મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં પંખા સાથે લટકતો હતો. જ્યારે ઝેરી દવા પીધા બાદ ગળે ટૂંપો દીધેલી હાલતમાં નયના પંચાલની લાશ મળી હતી. જ્યારે ગળા ના ભાગે ઇજાગ્રસ્ત મુકેશ પંચાલને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું છે. 

ત્રણેય પરિવાર આર્થિક સંકડામણ ના કારણે મુશ્કેલીમાં હતું. આ ઉપરાંત મોઘવારીના સમયમાં કેવી રીતે જીવવુંએ એક સવાલ છે. જોકે આ પરિસ્થિતિ આ પરિવારો એકલાજ (વિભક્ત) કુટુંબમાં જીવતા હતા. તેથી ના તો સગા સબંધી કામ આવ્યા, ના સમાજ કામવ્યો કે ના સિસ્ટમ કામ આવી. તમામ આ દુનિયામાંથી વિદાય લીધી.સમાજે સરકારે ,સંસ્થાઓએ વિચારવાનો સમય આવી ગયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ