બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / vadodara panigate clash between two group
Dhruv
Last Updated: 08:29 AM, 25 October 2022
ADVERTISEMENT
એકવાર ફરી ગુજરાતમાં કેટલાક અમાસાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે કેટલાક સમુદાયો દ્વારા શાંતિ ડહોળવાવામાં આવી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે જ બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. જ્યાર બાદ પથ્થરમારા સાથે આગચંપી અને તોડફોડ પણ કરવામાં આવી. બંને સમુદાયના લોકોએ નજીવા વિવાદને લઇ વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. આ સાથે પોલીસ પર પણ તેઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જો કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જ્યાર બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધર્યું છે.
ADVERTISEMENT
પોલીસ CCTV ફુટેજ તપાસી રહ્યાં છે
પથ્થરમારો એટલી હદ સુધી થયો હતો કે, આખાય રસ્તા પર ચારે બાજુ પથ્થર જ પડેલા દેખાતા હતા. જોકે આ ઘટનાની જાણ થતા જ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે. આ પથ્થરમારો શા કારણે થયો એ અંગે હાલ પોલીસ CCTV ફુટેજ તપાસી રહ્યાં છે. જે પ્રત્યક્ષદર્શી છે એની પાસેથી પોલીસ માહિતી લઈ રહી છે. આગળના દિવસોમાં સખતમાં સખત કામગીરી કરવામાં આવશે. શું આ ઘટના દરમ્યાન સ્ટ્રીટ લાઈટ બંધ કરીને પથ્થરમારો કરાયો કે કેમ એ અંગે પણ તપાસ હાલ શરૂ છે. જે ઘરમાંથી પેટ્રોલબોંબ ફેંકાયો એ ઘરમાંથી પણ તપાસ કરવામાં આવી રહી છે. એ ઘરમાંથી પણ એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
અગાઉ પણ શ્રીજીની સવારી દરમ્યાન થયો હતો પથ્થરમારો
અગાઉ પણ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની સવારી દરમ્યાન જૂથ અથડામણ થયાની ઘટના સામે આવી હતી. શ્રીજીની સવારી દરમ્યાન મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. અસામાજીક તત્વોએ દુકાનો અને લારી ગલ્લામાં પણ તોડફોડ કરી હતી.
ADVERTISEMENT
વડોદરાના રાવપુરામાં પણ અગાઉ થઇ હતી જૂથ અથડામણ
ADVERTISEMENT
આ અગાઉ વડોદરાના રાવપુરા વિસ્તારમાં પણ બે બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ જૂથ અથડામણ થઇ હતી. શહેરના રાવપુરા ટાવર રોડ ઉપર 400થી 500 લોકો ધસી આવ્યા હતાં. જેમાં એક ટોળાંએ કાઠીપોળમાં આવેલી સાઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી તો એક જૂથના તલવારધારી ટોળાંએ ભારે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.
સળગતા સવાલ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ઉપર જવાને બદલે કેમ નીચે આવ્યું? કોકપીટની અંદરથી સમજો વિમાન દુર્ઘટનાનું કારણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT