બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Consumer Court Medical insurance companies hospitalized court order

નો ટેન્શન / હોસ્પિટલમાં 24 કલાક દાખલ રહેવું જરૂરી નથી, વીમા કંપનીઓની મનમાની મુદ્દે ગ્રાહક કોર્ટનો મહત્વનો આદેશ

Vishnu

Last Updated: 11:03 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના બાદ નાગરિકો હેલ્થ પોલીસી તરફ વળ્યા છે.પરતું આજે પણ અનેક કિસ્સા એવા સામે આવે છે, વીમો લીધા બાદ સારવાર બાદ નાણા ચુકવતા નથી

  • વીમા કંપનીના ક્લેઇમને લઇને વડોદરા ગ્રાહક કોર્ટનો મહત્વનો ચુકાદો
  • હોસ્પિટલમાં દાખલ થયા વગર સારવાર લીધેલા દર્દીનો ક્લેઇમ નકારી ન શકાય-ગ્રાહક કોર્ટ

મેડિકલ વીમા કંપનીઓ જ્યારે ગ્રાહક પાસે વીમો ઉતારવાનો હોય ત્યારે અવનવી જાહેરાતો કરી પણ જ્યારે ક્લેઇમ કરવાની વાત આવે ત્યારે તેવા જ અવનાવ બહાના કરી બને તેટલા વીમા પાસ નહીં કરવાનીની ફિરાકમાં હોય છે. વીમા કંપનીના ક્લેઈમને લઈને વડોદરા ગ્રાહક કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયા વગર સારવાર લીધેલ દર્દીનો ક્લેઈમ નકારી ન શકાય તેવુ તારણ કોર્ટે કાઢ્યું છે.

9%ના વ્યાજ સાથે રકમ ચૂકવવો: વડોદરા ગ્રાહક કોર્ટ
સમગ્ર બાબતે ગ્રાહક કોર્ટનો દરવાજો ખખડાવનાર ફરિયાદીને આંખની સારવાર માટે ક્લેઈમની રકમ ચૂકવવા કોર્ટે આદેશ આપત કહ્યું છે કે આધુનિક ટેકનોલોજીથી સારવાર કરી હોય તો દાખલ ન પણ થવું પડે, તેથી જો હોસ્પિટલમાં 24 કલાક દાખલ રહેવું પડે તે જરૂરી નથી. 9%ના વ્યાજ સાથે રકમ ચૂકવવા વીમા કંપનીને કોર્ટે આદેશ કર્યો છે.

'૩૨ જેટલી બીમારીમાં 24 કલાક હોસ્પિટલમાં રોકાવવાની જરુર નથી' 
વીમા કપની ૨૪ કલાક હોસ્પિટલ ચુકાદા અગે ગ્રાહક સુરક્ષા અને પગ્લા સમિતિ પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ૩૨ જેટલી બીમારી અને ખાસ ખરીને આજે અધ્યતન સાધનો મારફત સારવાર થયા છે.જેમાં મોતીયાના ઓપરેશન મોખરે છે, જેમાં ગ્રાહક કોર્ટે પણ જજમેન્ટ આપ્યું છે.જેને વિમા કપનીઓ સ્વીકાર કરીને નાણા આપવાની દરખાસ્ત કરી છે.

થોડા દિવસ પહેલા અમદાવાદના પરિવારને પણ મળ્યો હતો ન્યાય
આવો જ બનાવ અમદવાદના મેઘાણીનગરમાં વસતા ત્રિપાઠી પરિવાર પાસે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇસ્યોરન્સ કંપની લિમિટેડ પોલીસી હતી.જેમાં પરિવારના મોભી એવા શારદાબેન પગે દુખાવો થતા સર્જરી કરવાની નોબત આવી.એટલે ત્રિપાઠી પરિવારે શારદાબેનને ડાબા પગની રેસ્ટોની સર્જરી ડો. શરદ ઓઝા પાસે કરાવી.જેનો  ત્રિપાઠી પરિવારે સર્જરી માટે 2,43,591 રૂપિયાના ખર્ચે થયો હતો.સર્જરી થયેલા ખર્ચેને મોટી રકમ હોવાને નાતે ત્રિપાઠી પરિવારે હેલ્થ કેલ્મ સાથે ડોકટરના ઓરીજીનલ બીલ અને સારવારના પુરાવા સાથે  મેડીક્લેમ માટે હેલ્થ પોલીસી માટે એપ્લાય  કરી, જેમાં વીમા કંપનીએ સર્જરી યોગ્ય  ન હોવાનું  કહીને પોલીસી ક્લેઇમ માટે નકારી દીધો હતો.આ ઘટનાને આજે ત્રણ વર્ષે થયા.

ગ્રાહક કોર્ટના શરણે ગયા તો ન્યાય મળ્યો
જો કે હેલ્થ પોલીસી રકમ ન મળતા ત્રિપાઠી પરિવારે ગ્રાહક કોર્ટનો સહારો લીધો, જેમાં કોર્ટમાં ત્રણ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો, અતે ચુકાદો આવ્યો જેમાં ગ્રાહક કોર્ટે વીમા કંપનીને ત્રિપાઠી પરિવારે  સર્જરી માટે કરેલા 2,43,591 રૂપિયા કરેલા ખર્ચેને 7 ટકાના દરે ચુકવણીમાં કરવાનો હુકમ કર્યો છે.જો કે વીમા કંપની ત્રણ વર્ષ સુધી વિલબ સાથે વ્યાજ સહિત રકમની ચૂકવાનો હુકમ કર્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ