બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Central Jail 7 prisoners drank poisonous liquid

ખળભળાટ / વડોદરા સેન્ટ્રલ જેલમાં એક સાથે 7 કેદીઓએ પીધું ઝેરી પ્રવાહી, કારણ જાણીને પોલીસ ચોંકી

Kishor

Last Updated: 11:10 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટિફિન બાબતે મનદુઃખ થતા વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓએ ફિનાઈલ પી લીધું હતું અને જેલ સત્તાધિશો ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ કરી હતી.

  • વડોદરા સેન્ટ્રલ જેલનાં કેદીઓનો આપઘાતનો પ્રયાસ
  • 7 કેદીઓએ ઝેરી પ્રવાહી પીતા તબિયત લથડી
  • તબિયત લથડતા કેદીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા

વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફીનાઇલ ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે.  જેલ પ્રશાસનના ત્રાસને પગલે કેદીઑએ ફિનાઈલ પીધુ હોવાની રાવ ઉઠતાં ચકચાર મચી જવા પામી છે.  જેને લઈને કેદીઓને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં તમામની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. 

 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
આજે સાંજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ પીધાની ઘટના સામે આવી છે.  નોકરી મામલે છેતરપિંડીના ગુન્હામાં હર્ષિલ લિંબાચીયા અને પાદરામાં મર્ડર કેસમાં ચર્ચાતું નામ અભી ઝા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેને પગલે એસએસજી હોસ્પિટલ ખાતે તમાંમની સારવાર ચાલી રહી છે. જ્યાં સારવાર દરમિયાન હર્ષિલે હોસ્પિટલમાં જેલ તંત્ર પર ત્રાસ આપવા સહીત હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા રૂપિયાની માંગ કરવામા આવતી હોવાના આરોપ લગાવ્યા હતા. રૂમ બહાર ન નીકળવા દેતા હોવા ઉપરાંતની અનેક ધગધગતી રાવ કરાઇ છે.

કેદીઑની તબિયત હાલ સ્થિર  
બીજી તરફ આ ઘટનાને પગલે તાત્કાલિક ડીસીપી ઝોન 2નાં અભય સોની તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જયા ફરિયાદ નોંધવા સહીતની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેલ સંકુલમાં હાહાકાર મચાવતી આ ઘટના અંગે જેલમાં ફિનાઈલ કેદીઓ સુધી કોણે પહોંચાડ્યું તે સહીતની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  આ મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ કેદીઑની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તપાસ બાદ વધુ માહિતી બહાર આવશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ