બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Builder Manish Patel 8 crore scammer was arrested by a crime branch today

સીના જોરી / વડોદરામાં બિલ્ડરની મનમાની: લોકો પાસેથી બુકિંગના લાખો રૂપિયા લઈ સ્કીમ પુરી કરવામાં ઠાગાઠૈયા, ઉપરથી દાદાગીરી, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 05:58 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 8 કરોડથી વધુની ઠગાઈ કેસમાં બિલ્ડર મનીષ પટેલની ધરપકડ થઈ. બિલ્ડર અને ફરિયાદી વચ્ચે થયેલી વાતનો વીડિયો વાયરલ થયો છે.

  • વડોદરામાં 8 કરોડથી વધુનો સ્કેમ કેસ
  • બિલ્ડરે લોકોને છેતરીને લૂંટ્યાં પૈસા
  • ક્રાઈમ બ્રાંચે બિલ્ડર મનીષ મહેન્દ્ર પટેલ આજે ધરપકડ કરી 

વડોદરામાં વધુ એક ઠગ બિલ્ડરનું કાવતરું સામે આવ્યું છે.જે બાદ પોલીસે તેની કરી છે. 8 કરોડથી વધુની ઠગાઈનાં કેસમાં ક્રાઈમ બ્રાંચે બિલ્ડર મનીષ મહેન્દ્ર પટેલની આજે ધરપકડ કરી હતી. 20થી વધુ લોકોની મનીષ પટેલ અને તેની પત્ની રૂપલ વિરુદ્ધ ફરિયાદ આવ્યાં બાદ ક્રાઈમ બ્રાંચ એક્શનમાં આવી હતી.

સમગ્ર મામલો
ફરિયાદી અનુસાર વડોદરામાં કેયા રિયાલિટી ગૃપના ભાગીદાર બિલ્ડર મનીષ પટેલ છેલ્લા 6 વર્ષોથી સાઈટનો પ્રોજેક્ટ પોતાના હાથમાં લઈને બેઠા છે. એટલું જ નહીં ફરિયાદીઓ અનુસાર ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ દુકાનોના બુકિંગ લઈને પઝેશન પણ નથી આપ્યાં. આશરે 8 કરોડનો ગોટાળો કરનારા આ મનીષ પટેલની સામે 20થી વધુ લોકો સાથે ઠગાઈ કેસમાં ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. માત્ર મનીષ પટેલ જ નહીં પરંતુ તેમની પત્ની રૂપલ વિરુદ્ધ પણ ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લાખો રૂપિયાનો ગોટાળો
વડોદરાના યોગેશ પટેલની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો જેમાં કહેવાયું છે કે લોકો પાસેથી બુકિંગના નામે લાખો રૂપિયા લઈ સ્કીમ પુરી કરવામાં ઠાગાઠૈયા કરનારા મનીષ પટેલે 6 વર્ષોથી સ્કીમ પૂરી કરી નથી.

બિલ્ડર મનીષ પટેલની દાદાગીરીનો વીડિયો થયો વાયરલ:

ફરિયાદી: ફોન નહી લાગતો તમારો

હવે લાગ્યો 

બિલ્ડર: હવે ચાલુ કર્યો હવે લાગશે

ફરિયાદી: સાઈટ ક્યારે પૂરી કરશો તમે

બિલ્ડર: હજુ 1 વર્ષ થશે

ફરિયાદી: હજુ 1 વર્ષ એટલે 6 વર્ષ કર્યા યાર.. મનીષભાઈ
6 વર્ષ કર્યા યાર તમે

બિલ્ડર: તું કેસ કરી દેને જા..

ફરિયાદી: કેસ તો કર્યો જ છે ને યાર...

બિલ્ડર: તો પછી શું છે ?

ફરિયાદી: તો હવે તમે નહીં કરો એવું ?

બિલ્ડર: હું તને શાંતીથી કહું છું

ફરિયાદી: કેટલા વખત વાત કરી

બિલ્ડર: ધીરે બોલ   

ફરિયાદી: કેટલુ ધીરે બોલું મને કો..?

કઈ વાંધો નહી પોલીસ આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ