બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સોમનાથ મહાદેવ બાદ ગુજરાતમાં બીજા નંબરનું નવીન નિર્માણ પામેલ શિવધામ વાળીનાથ તરભ ખાતે 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે . પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. અહી રોજ ત્રણ થી ચાર લાખ ભક્તો દર્શન કરવા આવનાર હોવાનો અંદાજ છે. જેના માટે તમામ સુચારુ વ્યવસ્થા કરાઇ છે. મોટી સંખ્યામાં સ્વયંસેવકો સ્વયંભૂ સેવા કરવા ઉમટી પડ્યા છે.સ્વયંસેવકો વાળીનાથ ધામ માં દર્શનાર્થે આવતા ભક્તો ને મુશ્કેલી ના પડે તેવી રીતે સેવા કરી રહ્યા છે.

ADVERTISEMENT
3 થી 4 લાખ જેટલા ભક્તો દર્શને ઉમટ્યાં
પ્રાણ પ્રતિષ્ઠા ના પ્રથમ દિવસે આશરે 3 થી4 લાખ જેટલા ભક્તો દર્શને ઉમટ્યાં હતાં. સવારનાં આયોજન બાદ મોટી સંખ્યામાં ભક્તો પૂજ્ય ગીરિબાપુના મુખેથી કથાનું રસપાન કર્યું હતું. ત્યાર બાદ ભાતીગળ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને મોટીવેશનલ સ્પીકર પ્રોગ્રામ તેમજ રાત્રીનાં ભવ્ય સંતવાણી પ્રોગ્રામનું આયોજન પણ મંદિર પરિસર ખાતે કરવામાં આવ્યું છે જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો છે. વાળીનાથ ધામ ખાતે દૂર દૂરથી ભક્તો અને સાધુ સંતો પણ દર્શનાર્થે આવ્યાં છે. સમારોહનાં છેલ્લા દિવસે એટલે કે 22 ફેબ્રુઆરીનાં રોજ મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનાં કાર્યક્રમનું પણ વિશેષતઃ આયોજન કરાયું છે.

ADVERTISEMENT
વધુ વાંચો: ગઢવી- ચારણ સમાજ પર આહીર આગેવાન ગીગા ભમ્મરનું વિવાદાસ્પદ નિવેદન, ઘસાતું બોલ્યા, જુઓ વીડિયો
હજારો સ્વયંસેવક સેવામાં જોડાયા
ભક્ત રજનીભાઈ દેસાઈએ જણાવ્યું કે -30થી 35 હજાર વસ્તી અહીં રોકાવા આવી છે જેમની સંપૂર્ણ વ્યવસ્થા ભોજનથી માંડીને રાત્રે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં આ સમારોહ માટે 2 હજાર જેટલા સ્વયંસેવકો સેવામાં જોડાયેલા છે. વિષ્ણુભાઈ દેસાઈએ જણાવ્યું કે- મારું માનવું છે કે રબારી સમાજની પ્રગતિમાં અને વિકાસમાં આ સંસ્થાનો મોટો ફાળો છે. વર્ષો પહેલાં પૂજ્યા બાપૂએ બાળકોમાં પુસ્તકોનું વિતરણ કર્યું શિક્ષણનો પ્રચાર કર્યો ત્યારે જઈને રબારી સમાજ અન્ય સમાજ સાથે કદમતાલ મળાવ્યો છે.
ADVERTISEMENT

વાળીનાથ ધામમાં ખૂબ આસ્થા ધરાવતા બંને પગે વિકલાંગ ધરમશી ભાઈની અનોખી સેવા પણ નજરે પડી હતી. તેઓ રીક્ષા ચલાવી દર્શનાર્થે આવતા વિકલાંગ અને બીમાર વ્યક્તિઓને તેઓ તેમની રીક્ષા માં ફ્રીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અનોખી સેવા આપી રહ્યાં છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.