બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Garhvi- Ahir leader Giga Bhammar controversial statement on Charan Samaj, rant, watch video

વિવાદ / ગઢવી- ચારણ સમાજ પર આહીર આગેવાન ગીગા ભમ્મરનું વિવાદાસ્પદ નિવેદન, ઘસાતું બોલ્યા, જુઓ વીડિયો

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:29 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bhavnagar news: તળાજાના આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મરે ચારણ-ગઢવી સમાજ પર અભદ્ર ભાષામાં શાબ્દિક પ્રહાર કર્યા, વીડિયો વાયરલ થતાં આહીર અને ગઢવી સમાજમાં રોષ

  • ગીગા ભમ્મરના નિવેદન બાદ ચારણ સમાજમાં રોષ
  • આહીર સમાજના આગેવાનોએ પણ વ્યક્ત કર્યુ દુઃખ
  • ગીગા ભમ્મર વિરૂદ્ધ કાર્યવાહીની કરી માગ


તળાજાના આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મરનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગીગા ભમ્મરે ચારણ-ગઢવી સમાજ પર અભદ્ર ભાષામાં શાબ્દિક પ્રહાર કર્યા છે. ચારણ સમાજના માતાજી વિશે પણ મનફાવે તેમ બોલતા ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્રે જણાવીએ કે, ગીગા ભમ્મરના આ વાણી વિલાસને લઈ આહીર સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.  

ગીગા ભમ્મરનો વીડિયો વાયરલ થયો
એક વીડિયો વાયરલ થયે છે. જેમાં ગીગા ભમ્મર જણાવી રહ્યાં છે કે, ચારણનો ચાળો કોઈ દિવસ ન કરતા. ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મુકજો. ચારણએ તેમની માતી અને દીકરી સિવાય કોઈના વખાણ જ નથી કર્યાં. વધુમાં જણાવી રહ્યાં છે કે, આ ભાઈઓએ દેવાયતના દીકરાને કપાવી નાંખ્યો. એ લોકોએ ભાઈએ ભાઈઓને જુદા કરી નાંખ્યા. 

માયાભાઈ આહીરે શું કહ્યું ?
આ મુદ્દે આહીર સમાજના લોકસાહિત્યકાર માયાભાઇ આહીરેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટના અને નિવેદનથી ચારણ સમાજ સાથે અમને પણ દુઃખ છે. આ જ્ઞાનના અભાવે એવું કર્યું હોય તેવું લાગે છે. ગીગા ભમ્મરના નિવેદનથી ગઢવી સમાજના કલાકારો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

કલાકારોમાં રોષ ?
કલાકાર હરેશદાનએ કહ્યું કે, ઇતિહાસ જાણ્યા વગર ગીગા ભમ્મરે સવાલ ઉઠાવ્યા છે. તો જીતુદાદએ કહ્યું કે, આવા વ્યક્તિને કાયદાકીય સજા થવી જોઇએ. પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની છે

વાંચવા જેવું: CM ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર પર વરસી પડ્યા! આપી 337 કરોડના વિકાસ કાર્યોની ગિફ્ટ, ખેડૂતો ગેલમાં

રાજભા ગઢવીએ શું કહ્યું ?
આ નિવેદન મુદ્દે રાજભા ગઢવીએ કહ્યું કે, આપણે કંઈ નુકસાન કર્યું હોય તેમ ઝેર ઓગેં છે, કહેવત પ્રમાણે ઓટલા યુનિર્વસિટી એટલે કે, ખબર જ ન હોય તેમ. ચારણત્વ શું છે તે તમે જાણો અને ન જાણવું હોય તો જાહેરમાં તમે બોલો ન. તેમણે વધુમાં કહ્યું કે, ચારણ 18 જાતિઓ સાથે જોડાયેલા છે. તેમણે અનેક બલિદાનો આપ્યા છે. આદીકાળથી ચારણ અને આહીર સમાજનો ઉજળો સંબંધ છે તે તેના પર આવા લોકો કાળા છાંટા નાખે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Giga Bhammar statement bhavnagar news આહીર સમાજ ચારણ સમાજ વિવાદીત નિવેદન Giga Bhammar controversial statement

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ