બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / vaccine may not affect on omicron says vk paul chief of covid panel

ખતરો / Omicron પર વેક્સિનની કોઈ અસર ન થાય તેવી શક્યતા, કોવિડ પેનલનાં ચિફે કર્યો ઘટસ્ફોટ

Mayur

Last Updated: 01:36 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમીક્રોન વેરિયન્ટ કેટલો ઘાતક છે એ આપણે જોઈ રહ્યા છીએ પણ શું તેનાં પર વેક્સિન અસરકારક છે કે નહીં તે હજુ પ્રશ્ન છે.

  • ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ડો.વિકે પોલનું સૂચક નિવેદન 
  • સંક્રમણ ઓછું થયું પણ ખતરો નહીં 
  • સક્ષમ વેક્સિન જરૂરી છે 

કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનનાં કારણે દેશ અને દુનિયામાં ચિંતા વધી રહી છે. ભારતમાં ઓમિક્રોનનાં કારણે કોવિડ-19 થી સંક્રમિત લોકોની સંખ્યા 60 થી પણ ઉપર પહોંચી ગઈ છે. 

ઓમીક્રોન મુદ્દે આ તમામ ચિંતાઓ અને અટકળો વચ્ચે કોવિડ પેનલનાં પ્રમુખ ડો.વી.કે.પૉલ દ્વારા મંગળવારે એક સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે નવા વેરિયન્ટની સામે વેક્સિન અપ્રભાવી હોય શકે છે. તેમણે કહ્યું હતું કે ભારત પાસે વેક્સિનનું એવું પ્લેટફોર્મ પણ હોવું જોઈએ કે જે વાયસના બદલતા સ્વરૂપની સાથે સાથે ત્વરિત અનુકૂલન સાધી શકે. 

સંક્રમણ ઓછું થયું પણ ખતરો નહીં 

ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે આશા છે કે ભારતમાં કોવિડ-19 સંક્રમણ, ધીમે ધીમે ઓછી થઈ રહ્યું છે. અમુક વિસ્તારોમાં મધ્યમ અને ઓછા સ્તરે સંક્રમણ ફેલાઈ રહ્યું છે. 

કંઇ પણ થઈ શકે છે

તેમણે કહ્યું હતું કે સંભવિત રીતે આવનાર સમયમાં આપની વેક્સિન્સ અસરકારક ન પણ રહે.  ઓમીક્રોન સામે આવતા જ છેલ્લા ત્રણ અઠવાડિયામાં આપણે જોયું કે કઈ રીતે અને કેટલા કેટલા પ્રશ્નો અને શંકાઓ સામે આવ્યા છે. જ્યારે વાસ્તવમાં કંઇ પણ થઈ શકે છે. હજુ પણ અંતિમ તસવીર સામે આવી નથી. 

સક્ષમ વેક્સિન હોય તે જરૂરી 

નીતિ આયોગનાં સદસ્ય એવા પોલ કહ્યું હતું કે આપણા માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આપણને તાત્કાલિક અનુકૂલન સાધી શકે તેવી રસી આપણી પાસે હોય. આપણે આપણી જાતને એ માટે તૈયાર રાખવી જોઈએ. બદલાતી પરિસ્થિતિ અનુસાર આપણે વેક્સિનમાં ફેરફાર પણ કરી શકીએ. પરંતુ આ દર ત્રણ મહિને કરવું શક્ય નથી. હા આ વસ્તુ દર વર્ષે કરી શકાય એવું શક્ય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ