બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / અજબ ગજબ / Uttarpradesh Baliya, women got married without a groom for 3000 rupees

OMG / વરરાજા વગર 568 વધૂએ કરી લીધા લગ્ન, જાતે જ કર્યા હારતોરા, પછી જે બન્યું જાણી કહેશો આવું કળિયુગમાં જ શક્ય

Vaidehi

Last Updated: 07:53 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના બલિયામાં મુખ્યમંત્રી સામુહિક વિવાહ યોજનામાં 568 દુલ્હનોએ પૈસાની લાલચમાં વરરાજા વગર જ લગ્ન કરી લીધા. પણ ભાંડો ફુટતાની સાથે જ તમામની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી....જુઓ વીડિયો.

  • ઉત્તરપ્રદેશનાં બલિયા જિલ્લામાં બની ચોંકાવનારી ઘટના
  • મહિલાઓએ લાલચમાં દુલ્હા વગર જ કરી લીધાં લગ્ન
  • સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. સમગ્ર દેશમાં લગ્નનો માહોલ છવાયેલો. તેવામાં એક એવો અવનવો કિસ્સો બન્યો છે જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આ ઘટના વિશે સાંભળતાની સાથે જ તમને એક બાજુ હસવું આવશે અને બીજી બાજુ સરકારની આ યોજના પરથી વિશ્વાસ પણ ઉઠી જશે...

ઉતરપ્રદેશના બલિયા જિલ્લામાં મુખ્યમંત્રી સામુહિક વિવાહ યોજનામાં 568 દુલ્હનોએ પૈસાની લાલચમાં વરરાજા વગર જ લગ્ન કરી લીધા. પણ ભાંડો ફુટતાની સાથે જ તમામની સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.  માહિતી અનુસાર આ ચોંકાવનારી ઘટના 25 જાન્યુઆરીનાં રોજ બની હતી. 

શું છે સમગ્ર ઘટના?
ઉતરપ્રદેશનાં બલિયા જિલ્લામાં ગઈકાલે સમુહ લગ્ન યોજાયા હતા. યોજના અનુસાર આ લગ્નમાં એક સાથે 568 કપલ્સ બેસવાનાં હતાં. આ લગ્ન ઉતરપ્રદેશ સરકારની યોજના અંતર્ગત કરવામાં આવ્યા હતા. જેમાં યુપી સરકાર તરફથી આ લગ્નમાં બેઠેલા તમામ જોડકાઓને 51 હજાર રૂપિયા મળવાનાં હતાં. 

પોતાને જ હાર પહેરાવ્યો..!
આ યોજનાથી આકર્ષાઈને 568 જોડકાઓના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું. હવે ઘટના એવી બની કે લગ્નનો દિવસ આવ્યો, દુલ્હનો પણ આવી અને લગ્નમંડપમાં પણ બેસી ગઈ...બલીયાનામાં આ લગ્ન જોવા માટે ઘણા બધા લોકો ઉમટી પડ્યાં હતાં. પણ બન્યું એવું કે અહીં કન્યાઓએ પોતાને જ હાર પહેરાવીને લગ્ન કરી લીધા! આવું કરવા પાછળ કારણ શું? પૈસા!

વધુ વાંચો: ખાતામાં 41 રુપિયા, મહિલા મફતમાં ફાઈવ સ્ટાર હોટલમાં ઝાપટી ગઈ 7 લાખનું, 2.11 લાખની સ્પા લીધી

3 હજાર રૂપિયા માટે મહિલાઓ લગ્ન માટે તૈયાર થઈ 
લગ્ન પહેલાં આ મહિલાઓને લાલચ આપવામાં આવી હતી કે તેઓ જો આ લગ્નમાં બેસે છે તો તેમને 3 હજાર આપવામાં આવશે. તેથી એવી મહિલાઓ પણ દુલ્હન બની ગઈ કે જે પહેલેથી જ પરિણીત હતી જ્યારે અમુક મહિલાઓને તો બાળકો પણ છે. ઉત્તરપ્રદેશની આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરવા માટે CDOએ 20 સભ્યોની એક ટીમ પણ બનાવી છે જે હાલમાં કાર્યવાહી કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ