બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / us ex intel officer david grusch claim that america hiding alien dead body and spacecraft

શૉકિંગ / અમેરિકા પાસે છે એલિયનની લાશ! પૂર્વ ખુફિયા અધિકારીએ સોગંધ ખાઈને કરેલા ખુલાસાથી હડકંપ, UFOને લઈને પણ ચોંકાવનારો ખુલાસો

Arohi

Last Updated: 04:30 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Alien News: અમેરિકાના પૂર્વ ખુફિયા અધિકારી ડેવિડ ગ્રુશે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું છે કે અમેરિકાની પાસે એલિયનની લાશ અને એક યુએફઓ છે.

  • અમેરિકાના પૂર્વ અધિકારીનો ગાવો 
  • અમેરિકા પાસે છે એલિયનની લાશ 
  • UFOને લઈને પણ ચોંકાવનારો ખુલાસો

અમેરિકામાં યુએફઓ સાથે જોડાયેલી સુનાવણીમાં પૂર્વ અમેરિકી ખુફિયા અધિકારી ડેવિડ ગ્રુશે સનસનીખેઝ ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે અમેરિકી સરકારની પાસે એક દુર્ઘટનાગ્રસ્ત યુએફઓ છે. અમેરિકી સરકાર તેની જાણકારી ભેગી કરવા માટે દશકોથી એક રિવર્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામ ચલાવી રહી છે. 

ગ્રુશ અમેરિકી રક્ષા વિભાગમાં UAP સાથે જોડાયેલી ઘટનાઓની તપાસના મુખીયા રહી ચુક્યા છે. તેમણે એક ઓવરસાઈટ કમિટીની સામે એલિયન લાઈફ અને એલિયન ટેક્નોલોજીના મુદ્દે પ્રકાશ નાખ્યો. 

અમેરિકી સરકારની પાસે ક્રેશ એલિયન સ્પેસક્રાફ્ટ 
ગ્રુશે દાવો કર્યો છે કે અમેરિકી સરકારની પાસે એક ક્રેશ એલિયન સ્પેસક્રાફ્ટ અને એલિયનના અવશેષો છે જે સંભવતઃ તેના પાયલેટના હતા. જોકે આ સમયે તેમણે સ્પષ્ટ કરી દિધુ છે કે આ તેમનું નિવેદન નથી. પરંતુ તેમણે ઘણા અધિકારીઓ સાથે વાત કરી અને તેમની તરફથી જાણકારી આપવામાં આવી. તેમની પાસે એલિયન સાથે જોડાયેલી કોઈ પણ પ્રત્યક્ષ જાણકારી નથી. તેમણે કહ્યું, "મારી પાસે જણાવવા માટે એવું કંઈ નથી જે મેં પોતાની આંખોથી ન જોયું હોય."

'સાક્ષીની આપીશ જાણકારી'
ગ્રુશે કહ્યું કે તે તેના સાથે જોડાયેલા સાક્ષીના વિશે યાદી આપી શકે છે જે કોંગ્રેસને યુએપી સાથે જોડાયેલા કાર્યક્રમો વિશે વધારે જાણકારી આપશે. ગ્રુશે કહ્યું કે તેમણે વ્હિસિલબ્લોઅરના રૂપમાં તેમની સુચના ઈન્ટેલિજન્સ કમ્યુનિટી ઈન્સેપ્કટર જનરલને આપી હતી. 

ત્યાં જ ઈન્ટેલિજન્સ કમ્યુનિટી ઈન્સ્પેક્ટર જનરલના કાર્યાલયના પ્રવક્તાએ તેના સાથે જોડાયેલી કમેન્ટથી ઈનકાર કરી દીધો છે. સુનાવણીમાં હાજર અન્ય સાક્ષીઓએ અને પ્રતિનિધિઓએ કહ્યું કે યુએફઓ સાથે જોડાયેલી જાણકારી અમેરિકી સરકારે સંપૂર્ણ રીતે છુપાવી રાખી છે. 

અમેરિકાના આકાશમાં ખતરો 
યુએફઓ તપાસનું સહ-નેતૃત્વ કરતા રિપલ્બિકન સાંસદ ટિમ બર્ચેટે આરોપ લગાવ્યો છે કે સરકારી એજન્સિઓ નિરીક્ષણ સમિતિની તપાસમાં સહયોગ નથી કરી રહી. પૂર્વ નૌસેના પાયલેટ અને ગવાહ રયાન ગ્રેવ્સે કહ્યું કે UFO સાથે જોડાયેલી જાણકારી સામે આવવી ખૂબ જ જરૂરી છે. 

જો આ વિદેશી ડ્રોન છે તો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે અને જો આ કંઈક બજુ છે તો વિજ્ઞાન સાથે જોડાયેલ વસ્તુ છે. બન્ને સ્થિતિઓમાં આ અમેરિકાના આકાશમાં ઉડાન માટે ખતરો જણાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ