બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Unjha MLA Kirit Patel's WhatsApp message became a topic of discussion

રાજનીતિ / ‘સાચા વ્યક્તિઓને એકલા પાડવામાં આવે છે’, ઊંઝાના MLA કિરીટ પટેલનો વોટ્સએપ મેસેજ બન્યો ચર્ચાનો વિષય

Priyakant

Last Updated: 09:19 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unjha MLA Kirit Patel Statement News: MLA કિરીટ પટેલે વડનગર ભાજપ ગ્રુપમાં કરેલો મેસેજ ચર્ચાનું કારણ બન્યો, સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે

  • ઊંઝા ધારાસભ્યનો મેસેજ ચર્ચાસ્પદ બન્યો
  • MLA કિરીટ પટેલે વડનગર ભાજપ ગ્રુપમાં કરેલો મેસેજ ચર્ચાનું કારણ બન્યો
  • સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે
  • જેથી જુઠ્ઠા માણસો પોતાનું ધાર્યું કામ પર પાડવામાં સફળ રહે
  • કિરીટ પટેલ સંગઠન થી નારાજ કે પછી અન્ય કોઇ કારણ

Unjha MLA Kirit Patel Statement : મહેસાણામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ભાજપ હોય કે કોંગ્રેસ પણ અનેકવાર આપણે નેતાઓને નારાજ થતાં જોયા છે. જેમાં કોઈક વાર કોઈ નેતા સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની નારાજગી રજૂ કરતાં હોય છે. આવી જ એક ઘટના મહેસાણાના ઊંઝાથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્યએ વડનગર ભાજપના એક ગ્રુપમાં કરેલો મેસેજ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. 

શું છે સમગ્ર મામલો ? 
વિગતો મુજબ ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વડનગર ભાજપના એક વૉટ્સએપ ગ્રુપના સભ્ય છે. જોકે તેમણે આ ગ્રુપમાં એક મેસેજ કર્યો કે જે ચર્ચાનું કારણ બન્યો છે. જોકે હવે આ મેસેજથી તેઓ કોને અને શું સંદેશ આપવા માંગે છે તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ ભાજપના ધારાસભ્યના એક મેસેજને કારણે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને ઊંઝા સહિત મહેસાણા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. 

એવું તે શું લખ્યું ધારાસભ્યએ ? 
ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વડનગર ભાજપના વૉટ્સએપ ગ્રુપ મેસેજ કર્યો હતો કે, " સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે, જેથી જુઠ્ઠા માણસો પોતાનું ધાર્યું કામ પર પાડવામાં સફળ રહે." MLA કિરીટભાઈ પટેલના આ મેસેજથી હવે સવાલો ઊભા થાય છે કેમ આ મેસેજ દ્વારા તે શું ઈશારો કરી રહ્યા છે. આ સાથે કિરીટ પટેલ સંગઠનથી નારાજ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ