બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / unique motorcycle case in jodhpur court after accident

રોચક / કોર્ટમાં ટ્રક છોડાવવાની સામે બાઈક રજૂ કર્યુ તો જજ અને વકીલોના હોશ ઊડી ગયા, જાણો રોચક મામલો

Parth

Last Updated: 06:15 PM, 6 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જોધપુરની કોર્ટમાં શનિવારે એવો કિસ્સો થયો કે તેની ચર્ચા ખૂબ થઇ રહી છે. કોર્ટમાં પોતાની ટ્રક છોડાવવા આવેલા માલિકે તે ટ્રકની જગ્યા પર બાઈક મૂકવા આવ્યો અને તે બાઈકની કિંમત સાંભળીને કોર્ટમાં જજ અને વકીલ બધાના હોશ ઉડી ગયા હતા.

  • એક અકસ્માત બાદ ટ્રક જમા થઇ ગયો હતો 
  • ટ્રકના બદલે બાઈક જમાનત પર આપી 
  • બાઈકની કિંમત ટ્રક કરતા પણ દસ લાખ વધારે 

ઘણીવાર કોર્ટમાં એવા કેસ સામે આવતા હોય છે કે જેને જોઇને જજના પણ હોશ ઉડી જાય. આવો જ એક રોચક કિસ્સો શનિવારે જોધપુરની અદાલતમાં આવ્યો જ્યાં એક કેસમાં સીઝ કરવામાં આવેલ ટ્રકને છોડાવવા માટે માલિક પોતાની 29 લાખ રૂપિયાની બાઈક મૂકવા આવ્યો. 

થોડા દિવસ પહેલા સૂરસાગર ક્ષેત્રમાં કાલીબેરીમાં ત્રણ ગાડીઓની ટક્કર થઇ ગઈ હતી. જેમાં એક ટ્રક પણ સામેલ હતો, જે બાદ પોલીસે તે ટ્રક જમા કરી લીધો હતો. હવે તે ટ્રક ત્યારે જ છોડાવી શકાય જ્યારે તે જ કિંમતની વસ્તુ ત્યાં જમા કરાવવામાં આવે. આ પરિસ્થિતિમાં ટ્રકનો માલિક પોતાની સુપર બાઈક અને સાથે તેના કાગળ લઈને કોર્ટમાં આવ્યો અને ટ્રક છોડાવીને લઇ ગયો. 

નોંધનીય છે કે જે બાઈક લઈને તે વ્યક્તિ આવ્યો હતો તેની કિંમતના કાગળ જ્યારે કોર્ટમાં જજને બતાવવામાં આવ્યા ત્યારે જજ પણ વિચારમાં પડી ગયા. આખરે બાઈક આટલી મોંઘી હોય કઈ રીતે ? પણ તપાસમાં ખબર પડી કે બાઈકની કિંમત 29 લાખ રૂપિયા છે. જજે તે અરજી મંજૂર કરી અને ટ્રકને મુક્ત કર્યો. 

જ્યારે ટ્રકને જમા કરવામાં આવ્યો ત્યારે તેની કિંમત 20 લાખ રૂપિયા હતી. હવે કોર્ટના કાયદા અનુસાર જો ટ્રક છોડાવવું હોય તો તે જ કિંમતની વસ્તુ ત્યાં મૂકવી પડશે. કોર્ટમાં બધા વિચારમાં પડી ગયા કે આ બાઈક એક બે લાખથી વધારે મોંઘી નહીં હોય પણ અસલી કિંમત જાણીને બધા ચોંકી ગયા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ