બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Union Minister announces 20 lakh new jobs, find out how and in which sector

કારોબાર / કેન્દ્રીય મંત્રી બોલ્યા- 20 લાખ નવી નોકરીઓ પેદા થશે, જાણો કયા સેક્ટરમાં અને કેવી રીતે

Hiralal

Last Updated: 06:50 PM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય વેપાર મંત્રી પીયુષ ગોયેલે નોકરીઓને લઈને એક મહત્વની જાહેરાત કરી છે.

  • કેન્દ્રીય વેપાર મંત્રી પીયુષ ગોયેલની જાહેરાત
  • કહ્યું ભારતે યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે કર્યાં કરાર
  • બન્ને દેશોના કરારને કારણે ભારતમાં 20 લાખ નોકરીઓ ઊભી થશે 
  • ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, લેધર ગૂડ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી આવશે નોકરીઓ 

ભારતે તાજેતરમાં યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યાં છે. આ કરારને કારણે ભારતમાં 20 લાખ નવી નોકરીઓ ઊભી થશે તેવી વાત કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયેલે કરી છે. એક કાર્યક્રમમાં બોલતા પીયુષ ગોયેલે જણાવ્યું કે સમગ્ર વિશ્વભરના દેશો ભારત સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે. ઈન્ડીયા-યુએઈ એગ્રીમેન્ટ 10 લાખ નોકરીઓ આપશે અને ઈન્ડીયા ઓસ્ટ્રેલિયા એફટીએ એગ્રિમેન્ટ બીજી 10 લાખ નોકરીઓ આપશે. 

કયા ક્ષેત્રમાં આવશે નોકરીઓની ભરમાર 
કેન્દ્રીય મંત્રીના જણાવ્યાનુસાર, ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, લેધર ગૂડ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કુલ મળીને 20 લાખ નવી નોકરીઓનું સર્જન થશે. 

ભારતે 418 બિલિયન ડોલરનો એક્સપોર્ટ ટાર્ગેટ પૂરો કર્યો-ગોયલ 
ગોયેલે કહ્યું કે બધાને ખબર છે આપણે ચાલુ વર્ષે 418 બિલિયન ડોલરનો એક્સપોર્ટ ટાર્ગેટ પૂરો કર્યો છે. તેમણે કહ્યું કે હજુ હમણા જ બહાર આવેલા આંકડાઓ અનુસાર, આપણે 419 બિલિયન ડોલરની નજીક પહોંચવામાં છીએ. 

250 બિલિયન ડોલરનો સર્વિસ એક્સપોર્ટ ટાર્ગેટ પણ પૂરો કરીને બીજી સિદ્ધિ મેળવી 

ગોયલે એવું પણ કહ્યું કે 400 બિલિયન ડોલરનો ઐતિહાસિક ગૂડ્સ એક્સપોર્ટ ટાર્ગેટ પૂર્ણ કર્યા બાદ ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં 250 બિલિયન ડોલરનો સર્વિસ એક્સપોર્ટ ટાર્ગેટ પણ પૂરો કરીને બીજી સિદ્ધિ મેળવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ