બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Under the captaincy of KL RAHUL, Team India will play the ODI match today, the playing-11 will be against South Africa
Megha
Last Updated: 08:26 AM, 17 December 2023
ADVERTISEMENT
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ આજે રમાશે. બંને ટીમો વચ્ચે આ મેચ જોહાનિસબર્ગના વાન્ડેરર્સમાં રમાશે. આ વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપની કમાન કેએલ રાહુલ સંભાળશે તો સાઉથ આફ્રિકા ટીમના કેપ્ટન એઇડન માર્કરામ રહેશે. કેએલ રાહુલ આ સીરીઝ દરમિયાન એક એવી ટીમની કેપ્ટનશીપ કરશે જ્યાં ઘણા ખેલાડીઓ યુવા હશે, જ્યારે કેટલાક એવા ખેલાડીઓ પણ હશે જેઓ લાંબા સમય પછી વનડેમાં વાપસી કરશે.
💬 💬 "I will be wicketkeeping & batting in the middle order. I would be happy to take up that role even in the Test matches."
— BCCI (@BCCI) December 16, 2023
KL Rahul, who is captaining #TeamIndia in the #SAvIND ODIs, takes us through his thoughts on his batting position across formats. @klrahul pic.twitter.com/EAnYQTEsc6
ADVERTISEMENT
પ્રથમ ODI મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે મેચ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1:00 વાગ્યે થશે. આવી સ્થિતિમાં, આ મેચ લગભગ 10.30 વાગ્યે સમાપ્ત થવાની સંભાવના છે, જેના કારણે તમારે ટી-20 મેચની જેમ આ મેચ જોવા માટે મોડી રાત સુધી જાગવું નહીં પડે.
આ મેચ ક્યાં જોઈ શકશો?
આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ થશે, ઉપરાંત મેચનું લાઇવ સ્ટ્રીમિંગ તમે Disney+Hotstar પર જોઈ શકો છો.
KL Rahul will lead a new-look India squad in the three-match ODI series against South Africa 🏏
— ICC (@ICC) December 16, 2023
More 👇https://t.co/cnih9JFD6L
વર્લ્ડ કપ 2023 હાર્યા પછી ટીમ ઈન્ડિયા પહલી વખત વનડે મેચ રમવા જઈ રહી છે. જો કે આ ટીમમાં રોહિત અને વિરાટ કોહલી જેવા સિનિયર પ્લેયર જોવા નહીં મળે. એવામાં જો આપણે ભારત vs દક્ષિણ આફ્રિકા ODI હેડ ટુ હેડની વાત કરી તો બંને વચ્ચે અત્યાર સુધીમાં 91 ODI મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયા માત્ર 38 મેચ જીતી શકી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 50 ODI મેચ જીતી છે. આવી સ્થિતિમાં અહીં દક્ષિણ આફ્રિકાનો હાથ ઉપર છે. જ્યારે 3 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
જણાવી દઈએ કે, આ મેદાન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T-20 મેચ રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 200નો આંકડો પાર કર્યો હતો અને રનનો પીછો કરતા ટીમ 14 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.
#1 ODI Team for a reason 🫡🧢
— Disney+ Hotstar (@DisneyPlusHS) December 16, 2023
Catch all the action of #SAvIND 1st ODI for Free on #DisneyPlusHotstar Mobile App, tomorrow 17th December. #KLRahul#SAvIND #TeamIndia #Cricket pic.twitter.com/PRE5pWQGwb
પહેલા વનડે માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.