બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Uncle got a heart attack while driving a car in Rajkot! The locals ran after seeing the faint, then assumed it was the owner!

દુઃખદ / રાજકોટમાં કાર હંકારતા કાકાને આવ્યો હાર્ટ એટેક! મૂર્છિત જોઈ સ્થાનિકો દોડ્યા, પછી ધાર્યું ધણીનું થયું!

Vishal Khamar

Last Updated: 11:31 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. કાર ચલાવતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. રાજકોટ શહેરમાં નાની વયે હાર્ટ એટેક આવવાના વધી રહેલાં કેસોથી લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.

  • રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક
  • કાર ચલાવતી વખતે આવ્યો હતો એક વ્યક્તિને હાર્ટ એટેક
  • 50 થી 55 વર્ષની વયના વ્યક્તિને એટેક આવતાં સ્થાનિક લોકો દોડી આવ્યા

 રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. કાર ચલાવતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. 50 થી 55 વર્ષની વયનાં વ્યક્તિને એટેક આવતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. એસ્ટ્રોન ચોકની આસપાસના વેપારીઓએ વ્યક્તિને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. કારમાં હાર્ટ એટેક આવ્યાનાં લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. રાજકોટ શહેરમાં નાની વયે હાર્ટ એટેક આવવાના વધી રહેલાં કેસોથી લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. 

હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ 
હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ. 

શું છે હાર્ટ એટેક?
જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો. 

હાર્ટ એટેકનાં લક્ષણો 
ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. 

વધુ વાંચોઃ અમદાવાદ સિવિલમાં હવે પ્રાઈવેટ જેવી સુવિધા: લાલ ,પીળા અને લીલા "હેન્ડ બેલ્ટ"નો નવો પ્રયોગ, તકલીફ કલરથી દેખાશે

કઈ ઉંમરમાં હાર્ટ એટેક આવવાની સંભાવના રહે છે?
જણાવી દઈએ કે સામાન્ય રીતે હાર્ટ એટેક કોઈપણ ઉંમરની વ્યક્તિને આવી શકે છે, પરંતુ 45 વર્ષ કરતાં વધારે ઉંમરનાં પુરુષો અને 55 વર્ષ કરતાં વધારે ઉંમરની મહિલાઓને હાર્ટ એટેક આવવાની સંભાવના વધારે રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ