બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Two parties will fight the Lok Sabha elections together in this state of the country

રાજકારણ / 'જીત કે લિયે સભી એકજૂથ હો જાયે', દેશના આ રાજ્યમાં એકસાથે બે દળ લડશે લોકસભા ચૂંટણી

Priyakant

Last Updated: 03:56 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતી હતી

  • લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો હરકતમાં, સપાએ કરી મોટી જાહેરાત
  • રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે
  • અખિલેશ યાદવના આ ટ્વીટથી તે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાયું 

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. આ સાથે રાજકીય પાર્ટીઓના ગઠબંધન પણ શરૂ થઈ ગયા છે. આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશમાં પણ રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના વડા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે કે, રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.

સપાના વડા અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે, રાષ્ટ્રીય લોકદળ અને સપાના ગઠબંધન પર દરેકને અભિનંદન. જીત માટે બધા એજજૂટ થઈ જાઓ. તમને જણાવી દઈએ કે, બંને પાર્ટીઓ INDIA એલાયન્સમાં સામેલ છે. જોકે થોડા સમય પહેલા સુધી એવી ચર્ચા હતી કે, જયંત ચૌધરી અને તેમની પાર્ટી NDA ગઠબંધનમાં સામેલ થઈ શકે છે. પરંતુ અખિલેશ યાદવના આ ટ્વીટથી તે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

વધુ વાંચો: અયોધ્યા જતા પહેલાં આ જાણી લેજો, નહીં તો આમંત્રણ બાદ પણ નહીં મળે રામ મંદિરમાં એન્ટ્રી, જાણો કારણ

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતી હતી. વિધાનસભાની ચૂંટણી પછી પણ એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે એવું લાગતું હતું કે, લોકદળ અને સપાના રસ્તા અલગ થઈ શકે છે. સુભાસપા એ સપા સાથે ગઠબંધન તોડ્યા પછી પણ આવી જ અટકળો કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ