બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Two Ahmedabadis will fight from super power America

ગૌરવ / સુપર પાવર અમેરિકા તરફથી લડશે બે અમદાવાદીઓ, એકનું અમેરિકન આર્મી તો એકનું મરીનમાં થયું સિલેક્શન, જાણો કોણ છે આ ગુજ્જુઓ

Vishal Khamar

Last Updated: 06:25 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની આર્મીમાં બે અમદાવાદી યુવકો ભરતી પરીક્ષામાં સફળ થયા છે. ત્યારે એક યુવક યુ.એસ.મરીનમાં જ્યારે એક યુવક આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે. બંને અમદાવાદી યુવકો દ્વારા દાળભાતિયા ગુજરાતીઓનું મેણું ભાંગ્યું છે.

  • અમેરિકન આર્મીમાં બે અમદાવાદી યુવકોએ સ્થાન પ્રાપ્ત કર્યું
  • એક યુવક યુ.એસ.મરીનમાં જ્યારે એક યુવકે યુ.એસ.આર્મીમાં ઓફિસર તરીકે જોડાયા
  • યુએસ મરીન અમેરિકન આર્મીની સૌથી મહત્વની ફોર્સ માનવામાં આવે છે

 વિદેશમાં ગુજરાતીઓને દાળભાતિયા ગુજરાતી કહીને લોકો ખીલ્લી ઉડાડતા હોય છે. તેમજ દેશમાં આર્મીમાં ગુજરાતી સૈનિકો ઓછા હોવાની પણ અફવા ફેલાવતા હોય છે. અમદાવાદનાં બે યુવાનોએ અમેરિકન આર્મીમાં ઓફિસર તરીકે સ્થાન મેળવી દાળભાતિયા ગુજરાતીઓનું મ્હેણું ભાંગ્યું છે. ત્યારે બંને ગુજરાતીઓ હવે અમેરિકન આર્મી માટે લડશે. સમગ્રે વિશ્વમાં અમેરિકાની સૈન્ય શક્તિની લોકો પ્રસંશા કરે છે. હવે ગુજરાતી બે યુવાનો અમેરિકી સૈન્યમાં કામ કરશે. તેમજ બંને યુવકો અમેરિકા માટે યુદ્ધમાં લડવા પણ જશે. અમેરિકન આર્મીની મહત્વની ગણાતી યુએસ મરીનમાં હિતાર્થ દેસાઈ જોડાવવામાં સફળ થયો હતો. જ્યારે ખાડિયામાં રહેતો 28 વર્ષીય યશ પટેલ યુ.એસ. આર્મીમાં ઓફિસર તરીકે જોડાયો છે. આ બંને યુવકોએ દાળભાતિયા ગુજરાતીઓનું મેણું ભાંગીને જ રહેશે.
બોસ્ટર્નમાં એમ.એ. પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી
28 વર્ષીય યશ પટેલ અમદાવાદનાં ખાડિયાનો રહેવાસી છે. ત્યારે યશ  પટેલની યુ.એસ.આર્મીમાં ઓફિસર તરીકે પસંદગી થવા પામી છે. ત્યારે યશ પટેલ  અમદાવાદની મહાત્માં ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 માં ધોરણ સુધી અભ્યાસ અને ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની બેચરલ ડિગ્રી હાંસલ કરી છે. ત્યારે વર્ષ 2016 માં યશ અમેરિકા જઈને બોસ્ટર્નમં એમ.એ.પોલિટિકલ સાયન્સની માસ્ટર ડીગ્રી મેળવી હતી.
યુએસ મરીનમાં ચાર વર્ષ સુધી ફરજ બજાવશે
હિતાર્થ દેસાઈની યુએસ મરીનમાં જોડાયો છે. ત્યારે યુએસ મરીનની ટ્રેનિંગને ખૂબ જ અઘરી છે. ત્યારે હિતાર્થ દેસાઈએ 8 માર્ચ 2023 ના રોજ યુએસ મરીનમાં તેઓ જોડાયો હતો. ત્યારે હિતાર્થ દેસાઈ ચાર વર્ષ સુધી યુએસ મરીનમાં ફરજ બજાવશે. 
યુએસ મરીનએ અમેરિકન આર્મીની સૌથી મહત્વની ફોર્સ માનવામાં આવે છે
યુએસ મરીન એ અમેરિકન આર્મીની સૌથી મહત્વની ગણાતી ફોર્સ માનવામાં આવે છે.  ત્યારે 13 સપ્તાહની ટ્રેનિંગ કોઈ જેલથી ઓછી નથી.  ટ્રેનિંગ એટલી અઘરી હોય છે કે અનેક અમેરિકનો અધવચ્ચે ટ્રેનિંગ છોડીને જતા રહેતા હોય છે. ત્યારે ત્રણ દિવસ ભૂખ્યા રહેવું, ત્રણ દિવસ સુધી મીઠા વગરનું ભોજન લેવું, તેમજ ગેસ ચેમ્બરમાં પુરાઈ રહેવું અને રિયલ કોમ્બેટ મિશન જેવા માહોલનો પણ સામનો કરવો પડે છે. ત્યારે આ ટ્રેનિંગમાં દરરોજ સવારે 4 વાગ્યે ઊઠીને ટ્રેનિંગમાં જોડાવવું. આ તમામ કામગીરી સારી રીતે પૂર્ણ થાય ત્યારે બાદ જ તમારી ભરતી યુએસ મરીનમાં થાય છે. ત્યારે યુએસ મરીનની ટ્રેનિંગમાં સફળ થઈને હિતાર્થ દેસાઈએ સ્થાન મેળવ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ