બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Two accused from KGF Police Station arrested from Surat

ધરપકડ / KGF પોલીસ સ્ટેશનના બે આરોપીઓ સુરતથી ઝડપાયા: આ કાંડ કરીને કર્ણાટકથી ભાગ્યા હોવાની આશંકા

Malay

Last Updated: 12:26 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી સુરત આવી ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા બે ઈસમોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

  • કરોડો રૂપિયાની ગોલ્ડ ચીટિંગના આરોપીઓ ઝડપાયા
  • કર્ણાટકના KGF પોલીસ સ્ટેશન અને અન્ય જગ્યાએ કરી હતી ગોલ્ડ ચીટિંગ
  • સુરત ખાતે આવીને ટેકસટાઇલ માર્કેટમાં કરતા હતા નોકરી 

કર્ણાટકના કોલાર સિટીમાં કરોડો રૂપિયાની સોનાની છેતરપિંડી આચરનાર આરોપીઓની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ધરપકડ કરી છે. હાલ સુરત ક્રાઈમબ્રાન્ચે બંન્ને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

કર્ણાટકના કોલાર સિટીમાં ધરાવતા હતા જ્વેલરીની દુકાન
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, દેવેશ દધિચી અને રૂપેશ શર્મા કર્ણાટકના કોલાર સિટીમાં જ્વેલરીની દુકાન ધરાવતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી સોનું ગીરવે લઈને નાણાં ધીરવાનું કામ કરતા હતા. બંને KGF ખીણમાંથી નીકળતું સોનું લઇને તેની ઉપર પોતાનું કમિશન લઇને દેશના અન્ય શહેરોના ગોલ્ડના વેપારીઓને વેચતા હતા. આ બંને સંખ્યાબંધ લોકોનું સોનું લઇને છેલ્લા એક વર્ષથી કર્ણાટકથી ફરાર થઇ ગયા હતા. 

સુરત ખાતે આવીને ટેક્સટાઇલ માર્કેટમાં કરતા હતા નોકરી 
તેમની સામે કર્ણાટકના KGF પોલીસ સ્ટેશન અને અન્ય જગ્યાએ છેતરપિંડીના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. કર્ણાટક પોલીસ છેલ્લા ઘણા સમયથી તેઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન આ બંને(દેવેશ દધિચી અને રૂપેશ શર્મા) સુરતમાં હોવાની કર્ણાટક પોલીસને બાતમી મળી હતી. જેથી કર્ણાટક પોલીસે આ ઠગોને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી હતી. 

ક્રાઈમબ્રાન્ચે બંન્ને આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ધરપકડ કરી હતી. આ બંને છેલ્લા એક વર્ષથી સુરત ભાડાના મકાનમાં રહેતા હતા અને ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓ રાજસ્થાનના અજમેરના મૂળ રહેવાસી હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચને જણાવી હતી. હાલ તેઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ