બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Try this recipe to control your sugar level from today
Last Updated: 12:08 PM, 21 February 2024
દિવસેને દિવસે લોકોમાં ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે. તમારી જીવનશૈલીમાં પરિવર્તન કરી અને આયુર્વેદની મદદથી તમે આ સમસ્યાથી બચી શકો છો. આયુર્વેદિક દવાઓ કોઈ પણ આડઅસર વગર તમને આ બીમારીથી છુટકારો અપાવશે. આ 4 સુપરફૂડ્સના સેવનથી તમે ટાઈપ 2 અને ટાઈપ 1 ડાયાબિટીસને નિયંત્રિત કરી શકશો.
ADVERTISEMENT

અળસીના બીજ
જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે અળસીના બીજનું સેવન કરવું જોઈએ. તેમાં ફાયબર અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. અળસીના બીજ માત્ર ડાયાબિટીસ માટે જ નહીં પણ હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ADVERTISEMENT

મરી
મરી આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી બ્લડ સુગર લેવલ પણ નિયંત્રિત રહે છે. 1 મરીને પીસી 1 ચમચી હળદર સાથે મિક્સ કરી, સવારે ખાલી પેટ અથવા રાત્રે જમવાના 1 કલાક પહેલા તેનું સેવન કરો.
ADVERTISEMENT

તજ
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં તજ ઉપયોગી થઈ શકે છે. તેના સેવનથી જમ્યા પછી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તજના સેવનથી તમે વજન પણ ઘટાડી શકો છો. આ સાથે તે કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. 1 ચમચી તજ પાવડરમાં અળધી ચમચી હળદર અને અળધી ચમચી મેથી પાવડર મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવો. તમારે આ ચૂર્ણનું સેવન ખાલી પેટ કરવાનું છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: દિવસમાં આટલા કલાકથી વધુ સમય સુધી ન પહેરવી જોઈએ બ્રા! જાણો શું કહે છે એક્સપર્ટ્સ

ADVERTISEMENT
મેથીના બીજ
વર્ષોથી લોકો તેમના ભોજનમાં મેથીનો ઉપયોગ કરે છે. મેથીના બીજ સ્વાદમાં કડવા હોય છે. મેથીના બીજનું સેવન કરવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તમારે મેથીના બીજનું ચૂર્ણ બનાવવાનું છે. દરરોજ સવારે ખાલી પેટ અથવા રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી સાથે એક ચમચી મેથીના ચૂર્ણનું સેવન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.