બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Trudeau got a blow, now said I don't want to provoke India

નિવેદન / મોદી સરકારે એક ના સાંભળી, અન્ય કોઈ દેશે સાથ ન આપ્યો તો ટ્રૂડોને લાગ્યો ઝટકો, હવે કહ્યું હું ભારતને ઉશ્કેરવા નથી માંગતો, બસ...

Priyakant

Last Updated: 10:44 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada–India relations News: આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશે ભારત પર આટલા ગંભીર આરોપો લગાવ્યા હોય, ભારતની ઝડપી કાર્યવાહી બાદ કેનેડાનું વલણ હવે નરમ પડ્યું

  • કેનેડાના PMના નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ
  • કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ ભારતે પણ કડક વલણ અપનાવ્યું
  • ભારતની ઝડપી કાર્યવાહી બાદ કેનેડાનું વલણ હવે નરમ પડ્યું 

Canada–India relations : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. વાત જાણે એમ છે કે, કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ ભારતે પણ કડક વલણ અપનાવ્યું હતું. વાસ્તવમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સોમવારે સંસદ પહોંચ્યા ત્યારે તેમણે ભારત વિશે કંઈક એવું કહ્યું, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર ઉગ્ર નિશાન સાધ્યું. તેમણે ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશે ભારત પર આટલા ગંભીર આરોપો લગાવ્યા હોય. આરોપ પણ નાનો નથી પરંતુ હત્યામાં સામેલ હોવાનો છે. 

શું છે સમગ્ર મામલો ? 
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદની અંદર કહ્યું કે, કેનેડિયન નાગરિકની પોતાની ધરતી પર હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ પછી કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા અને તેમને દેશ છોડવાનો આદેશ આપ્યો. ભારત સરકારે કેનેડાના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આના થોડા સમય બાદ ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા અને તેમને પાંચ દિવસમાં ભારત છોડવા કહ્યું હતું.

કેનેડાનું વલણ હવે નરમ પડ્યું
આ તરફ ભારતની ઝડપી કાર્યવાહી બાદ કેનેડાનું વલણ હવે નરમ પડ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે જણાવ્યું હતું કે, કેનેડા શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે તેના એજન્ટો સંકળાયેલા હોવાનું સૂચવીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તેઓ ઇચ્છે છે કે, ભારત આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલે. ટ્રુડોએ પત્રકારોને કહ્યું કે, ભારત સરકારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે આ કરી રહ્યા છીએ, અમે તેને ઉશ્કેરવા કે આગળ લઈ જવાનો વિચાર નથી કરી રહ્યા.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી 
ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપનો જવાબ આપતા કહ્યું કે, કેનેડામાં હિંસાના કોઈપણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપો વાહિયાત અને પ્રેરિત છે. ભારતે કહ્યું છે કે, આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે, જેમને કેનેડામાં આશ્રય આપવામાં આવ્યો છે અને જેઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. આ મુદ્દે કેનેડિયન સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી અને સતત ચિંતાનો વિષય છે. MEAએ કહ્યું, અમે ભારત સરકારને આવી ઘટનાઓ સાથે જોડવાના કોઈપણ પ્રયાસને નકારીએ છીએ. અમે કેનેડા સરકારને વિનંતી કરીએ છીએ કે તે તેની ધરતી પરથી કાર્યરત તમામ ભારત વિરોધી તત્વો સામે ત્વરિત અને અસરકારક કાનૂની કાર્યવાહી કરે.

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની 18 જૂને કરાઇ હતી હત્યા  
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો ગુસ્સે છે અને કદાચ ડરી પણ ગયા છે. તેથી અમને બદલવા માટે દબાણ કરશો નહીં. તમને જણાવી દઈએ કે, ભારતના મોસ્ટ વોન્ટેડ અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને 18 જૂનના રોજ કેનેડાના સરેમાં ઠાર કરવામાં આવ્યો હતો. નિજ્જરને કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ