બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Trouble for about 107 medical students from Kashmir

ચોંકાવનારી ઘટના / જમ્મુ-કાશ્મીરની 107 મેડિકલ સ્ટુડન્ટ્સને પાકિસ્તાન જવું ભારે પડ્યું, હવે ડૉ.ની ડિગ્રી મેળવવામાં પડી રહ્યાં છે ફાંફા!

Kishor

Last Updated: 11:06 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના લગભગ 107 મેડિકલ સ્ટુડન્ટ્સે પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કર્યા બાદ હવે ડિગ્રી મેળવામાં મુશ્કેલી પડી રહી છે. જાણો કારણ.

  • કાશ્મીરના લગભગ 107 મેડિકલ સ્ટુડન્ટ્સને મુશ્કેલી
  • વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર મળી રહ્યા નથી
  • પાકિસ્તાન સાથે ભારતના ખરાબ સંબંધને લઈને વિઝાનું કોકડું ગૂંચવાયું

ભારતમાં ઓછી સરકારી મેડિકલ સીટ અને મોંઘા પ્રાઈવેટ મેડિકલ એજ્યુકેશનના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો ખૂબ કઠિન બને છે. પરિણામેં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બાંગ્લાદેશ અને યુક્રેન સહિત ઘણા દેશોની પસંદગી કરતા હોય છે. પંરતુ વિદેશમાં ઘણી વખત વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવતી હોય છે. જમ્મુ-કાશ્મીરના લગભગ 107 મેડિકલ સ્ટુડન્ટ્સ સાથે પણ આવુ જ થયું. આ વિદ્યાર્થીનીઓએ મેડિકલ અભ્યાસ માટે પાકિસ્તાનની પસંદગી કરી હતી. જેને હવે પસ્તાવો થઈ રહ્યો છે. 

Gujarat will get 5 new medical colleges, grant approval by Central  Government - Ahmedabad: ગુજરાતને મળશે 5 નવી મેડિકલ કોલેજ, 190 કરોડના  ગ્રાન્ટની મળી મંજૂરી – News18 Gujarati

મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષામાં બેસી શકતા નથી
જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનથી મેડિકલનો અભ્યાસ પૂરો કરવા છતાં આ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર મળી રહ્યા નથી. જેનું મુખ્ય કારણ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો. સારા સંબંધો અને સુરક્ષા મંજૂરીના અભાવે લોકોને પાકિસ્તાન જવા માટે વિઝા નથી મળી રહ્યા. જમ્મુ-કાશ્મીરના 107 મેડિકલ કોલેજના વિદ્યાર્થીનીઓ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે આ પાડોશી દેશમાં જઈ શકતી નથી. જેથી ડિગ્રી અટકી પડી છે. સાથે જ મેડિકલ સર્ટિફિકેટના અભાવે આ વિદ્યાર્થીનીઓ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષામાં બેસી શકતા નથી.

ભારતની સરખામણીમાં ગર્લ સ્ટુડન્ટ્સ માટે તે સસ્તું છે.
ત્યારે આ મામલે નેશનલ કોન્ફરન્સના સાંસદ હસનૈન મસૂદીએ જણાવ્યું કે અમે ગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. હજુ પણ સરકાર પાસે ન્યાયની માંગ કરીશ કે તમામ કાશ્મીરી મેડિકલ વિદ્યાર્થીઓને પાકિસ્તાન જવાની પરવાનગી આપવામાં આવે જેથી તેઓ ત્યાંથી તેમના મેડિકલ સર્ટિફિકેટ લાવી શકે.નોંધનિય છે કે પાકિસ્તાની કોલેજોમાં મેડિકલ અભ્યાસનો ખર્ચ લગભગ 10 થી 15 લાખ રૂપિયા છે. ભારતની સરખામણીમાં ગર્લ સ્ટુડન્ટ્સ માટે તે સસ્તું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ