બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 05:48 PM, 8 July 2023
ADVERTISEMENT
શું તમે પણ મોનસૂનમાં ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો? તો તમારો આ બેસ્ટ નિર્ણય રહેશે કારણકે ચોમાસાની સિઝનમાં ગોવા ફરવાનાં અનેક ફાયદાઓ હોય છે. ખાલી બીચ, ચારેય બાજુ લીલુછમ વાતાવરણ અને દૂધસાગર વૉટરફોલનાં ઉત્તમ દ્રશ્યો તમને આનંદમય કરી દેશે.
ADVERTISEMENT
સસ્તી હોટલ
મોનસૂન સીઝન એ ઓફ સીઝન હોય છે તેથી આ દરમિયાન હોટલ ખાલી રહે છે જેથી તમે 5 સ્ટાર હોટલમાં 2-3 સ્ટારનાં ભાવે રહી શકશો. જો તમને બીચની સામે 500 રૂપિયા પ્રતિ દિવસનો રૂમ મળે છે તો તમને આશ્યર્ય નહીં થાય કારણકે ગોવામાં આ સમયે તમામ સ્ટેનાં ભાવ ઘણાં ઓછા હોય છે.
ટ્રાવેલિંગ સસ્તું
ગોવામાં ટ્રાવેલ કરવા માટે સૌથી બેસ્ટ સમય તો નવેમ્બરનો માનવામાં આવે છે તેથી મોનસૂન સીઝનમાં પર્યટકો ગોવામાં હોતા નથી. તેથી આ સમયે જો તમે ગોવા જાઓ છો તો ફ્લાઈટ્સનાં ભાવથી માંડીને ત્યાં ટેક્સી બાઈકનું ભાડું પણ સસ્તામાં મળી શકે છે.
ભીડથી મુક્તિ
મોનસૂન સીઝનમાં પર્યટકોની ભીડ ઓછી હોવાને લીધે તમને પ્રાઈવસી મળે છે. ગોવાનાં બીચ ખાલી હોવાને લીધે તમે પ્રાઈવેટ બીચ જેવો અનુભવ મેળવી શકો છો.
ફેસ્ટિવલનું આયોજન
મોનસૂન સીઝનમાં ગોવામાં અનેક ફેસ્ટિવલ્સનું આયોજન થાય છે. ફર્ટિલિટી ફીસ્ટ ઓફ સાઓ જોઆઓ કે સેંટ જોન બાપિસ્ટ 24 જૂનનાં ઊજવવામાં આવે છે જ્યારે સેંટ પીટર્સ ફેસ્ટિવલ જૂલાઈમાં આયોજિત થાય છે. આ ફેસ્ટિવલમાં નદીની વચ્ચે સ્ટેજ લગાવવામાં આવે છે.
તાજી ફીશ ઉપલબ્ધ
માછલી ખાવાનાં શોખીન લોકોએ આ સીઝનમાં ગોવા જવું જોઈએ કારણકે આ સીઝનમાં સૌથી ફ્રેશ માછલીઓ મળે છે. તેનો સ્વાદ ચાખીને તમે મંત્રમુગ્ધ થઈ જશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.