બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / Travel Cost Cutting tips: Save your travel money by choosing budget friendly hotels

તમારા કામનું / નવા વર્ષમાં ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન, આ 5 વસ્તુનું રાખજો ખાસ ધ્યાન, ખર્ચ અડધો થઈ જશે

Vaidehi

Last Updated: 04:45 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નવા વર્ષની ઊજવણી કરવા માટે ફરવા જવાનો પ્લાન કરી રહ્યાં છો તો તમારે હોટલ બુકિંગ કરતાં સમયે કેટલીક ચીજોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી તમે ટ્રાવેલિંગ કોસ્ટમાં મોટી બચત કરી શકશો.

  • ટ્રાવેલિંગ દરમિયાન કોસ્ટ કટિંગ કરવું જરૂરી
  • વ્યર્થ ચીજોનાં ખર્ચને ટાળીને બજેટમાં ટ્રિપ કરવી શક્ય
  • ધ્યાનપૂર્વક હોટલ બુકિંગ કરવાથી પૈસા બચાવી શકાય છે

નવા વર્ષની ઊજવણી લોકો અલગ-અલગ રીતે કરતાં હોય છે. કેટલાક લોકો આ રજાઓમાં ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. ભારતમાં કુલ્લૂ-મનાલી કે શિમલા જેવા વિસ્તારોમાં ક્રિસમસ અને ન્યૂયર દરમિયાન મોટી ભીડ જોવા મળતી હોય છે તેવામાં હોટેલથી લઈને ટિકિટનાં ભાવ સાતમે આસમાને પહોંચી જાય છે. તેવામાં કેટલીક ચીજોનાં ખર્ચમાં ખાસ ધ્યાન રાખીને તમે ટ્રાવેલિંગને બજેટમાં પૂરી કરી શકો છો. 

ન્યૂયર ટ્રાવેલિંગ ટિપ્સ:
1. પ્રિ બુકિંગ કરવી જોઈએ.

આ ડિજિટલ યુગમાં ઘણી વસ્તુઓ હવે સરળ થઈ ગઈ છે. તેથી ડેસ્ટિનેશન પહોંચવાથી પહેલા જ હોટલમાં રૂમ બુકિંગ કરી દેવી જોઈએ. અનેક ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણાં સારા ડિસ્કાઉન્ટ મળતાં હોય છે તેથી પ્રાઈઝની સરખામણી કરીને બજેટમાં તમે 3 સ્ટાર હોટલમાં બુકિંગ કરી પૈસા બચાવી શકો છો.

2. મોલ રોડથી દૂર
પહાડી વિસ્તારોનાં મોલ રોડ પર આવેલ હોટલનું ભાડું બેગણું હોય છે. મોટાભાગનાં ટૂરિસ્ટ આવા સ્થળો પર હોટલ બુક કરવાનો પ્રયાસ કરે છે. પરિણામે ભાડા સિવાય ખાનપાન પણ મોંઘા પડે છે. તેથી બજેટમાં ટ્રિપ કરવા માટે તમારે મેઈન વિસ્તારથી થોડે દૂર રૂમ રાખવો જોઈએ.

3. બાર્ગેનિંગ
હોટલની ઓનલાઇન બુકિંગ કરવી બેસ્ટ છે પણ જો તમે સ્થળ પર પહોંચીને હોટલનો રૂમ લેવા ઈચ્છો છો તો ચોક્કસ બાર્ગેનિંગ કરાવવું જોઈએ. એક જ હોટલની જગ્યાએ 2-3 હોટલમાં જઈને રૂમની પૂછપરછ કરવી. આ રીતે તમે બેસ્ટ રેટમાં રૂમ મેળવી શકશો.

4. રૂમ સિલેક્શનમાં ભૂલ
હંમેશા ધ્યાન રાખવું કે તમારો રૂમ લિફ્ટ કે પેંટ્રીની નજીક ન હોય. આ રીતે તમે સતત ડિસ્ટર્બ થતાં રહેશો. ઘણાં ઓછા લોકો આવા રૂમમાં શાંતિનો અનુભવ કરે છે. સતત અવાજ અને અવરજવરનાં કારણે ઘણીવખત પ્રાઈવસી પણ નથી મળતી હોતી. તેથી તમારો મૂડ પણ બગડી શકે છે.

5. બિલની ચૂકવણી
જે દરમિયાન તમે પેમેંટ કરો છો ત્યારે ચોક્કસથી બિલ લેવું જોઈએ. તેમાં ઘણાં એવા ચાર્જ લખેલા છે તે તમે ઓછા કરી શકો છો. તમે બિલમાં લખેલા સર્વિસ ચાર્જને ઘટાડી શકો છો. કારણકે સર્વિસ ચાર્જ ચૂકવવું કે નહીં એ કસ્ટમરની ઈચ્છા અનુસાર હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ