બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / પ્રવાસ / tourism study claims that mizoram is indias most happiest state

હેપી સ્ટેટ / ભારતનું સૌથી ખુશહાલ રાજ્ય કયું? સામાજિક સંરચના એવી કે છોકરો હોય કે છોકરી ઓછી ઉંમરમાં કમાવવા લાગે, જાણો કયું છે હેપ્પી સ્ટેટ

Bijal Vyas

Last Updated: 11:16 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુગ્રામના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્ટ્રેટેજી પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં મિઝોરમ સૌથી ખુશ રાજ્ય હોવાનું સાબિત થયું.

  • મિઝોરમ 100 ટકા સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનો બીજુ રાજ્ય
  • મિઝો સમુદાયમાં દરેક બાળક, પછી તે છોકરો હોય કે છોકરી, નાની ઉંમરે જ કમાવા લાગે છે
  • અહીં અભ્યાસ કરવા માટે માતાપિતા તરફથી કોઈ દબાણ નથી

Happiest State: મિઝોરમને દેશનું સૌથી ખુશખુશાલ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. ગુરુગ્રામના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્ટ્રેટેજી પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં મિઝોરમ સૌથી ખુશ રાજ્ય છે. ઉલ્લેખનીય છે કે રિપોર્ટ અનુસાર, મિઝોરમ 100 ટકા સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનો બીજુ રાજ્ય છે. આ રાજ્ય સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિદ્યાર્થીઓના વિકાસની તકો પૂરી પાડે છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું કે, મિઝોરમનો હેપ્પીનેસ ઈન્ડેક્સ જેમ કે કૌટુંબિક સંબંધો, કાર્ય સંબંધિત મુદ્દાઓ, સામાજિક મુદ્દાઓ અને પરોપકાર, ધર્મ, સુખ પર COVID-19ની અસર અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય છ માપદંડો પર આધારિત છે 

મિઝોરમનું સામાજિક સંરચના પણ તેના યુવાનોની ખુશીમાં ફાળો આપે છે. એક બોર્ડિંગ સ્કૂલના સિસ્ટરએ જણાવ્યું કે, "ઉછેર એ નક્કી કરે છે કે યુવક ખુશ છે કે નહીં, આપણો સમાજ જાતિવિહીન છે. ઉપરાંત, અહીં અભ્યાસ કરવા માટે માતાપિતા તરફથી કોઈ દબાણ નથી."

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મિઝો સમુદાયમાં દરેક બાળક, પછી તે છોકરો હોય કે છોકરી, નાની ઉંમરે જ કમાવા લાગે છે. અહીં કોઈ પણ કામ નાનું કે મોટું માનવામાં આવતું નથી. 16 કે 17 વર્ષની આસપાસ તેઓ અહીં કામ કરવાનું શરૂ કરે છે. તેનું પ્રમોશન પણ થાય છે અને સાથે જ છોકરા-છોકરી વચ્ચે કોઈ ભેદભાવ નથી.

મિઝોરમમાં પણ આવા પરિવારો મોટી સંખ્યામાં છે જે તૂટી ગયા છે. જો કે, જ્યારે માતા મજૂરી કરતી હોય, પોતે પૈસા કમાતી હોય અને મિત્રો અને આસપાસના લોકો પણ આવી જ પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યા હોય, ત્યારે બાળકો સમાજથી અલગ અનુભવતા નથી. જ્યારે છોકરાઓ અને છોકરીઓ બંનેને પોતાના માટે કમાવવાનું શીખવવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ