બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Tomorrow's Modi cabinet meeting, the government may give big gifts to employees before Holi

ખુશખબર / આવતીકાલે મોદી કેબિનેટની બેઠક,હોળી પહેલા કર્મચારીઓને મોટી ભેટ આપી શકે સરકાર

Hiralal

Last Updated: 06:29 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળવાની છે જેમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએ સંબંધિત કોઈ નિર્ણય લેવાઈ શકે છે.

  • આવતીકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક
  • કર્મચારીઓના ડીએના મુદ્દે લેવાઈ શકે નિર્ણય
  • બપોરે 1 વાગ્યે પીએમની અધ્યક્ષતામાં સંસદ ભવનમાં મીટિંગ

આવતીકાલે સંસદ ભવનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને સરકાર નિર્ણય લઈ શકે તેવું જણાવાઈ રહ્યું છે. ચાર રાજ્યોમાં સરકારની રચનાની વચ્ચે કેન્દ્રીય કેબિનેટની આ મહત્વની બેઠક છે.

સરકાર દર વર્ષે ડીએનું એલાન માર્ચ મહિનામાં કરે છે
બેઠકમાં જો મોંઘવારી ભથ્થું વધારવા સંબંધિત નિર્ણય લેવાય તો કેન્દ્રીય કર્મચારીઓને હોળી પર મોટી ખુશખબર મળી શકે છે. દેશ ભરના લાખો કર્મચારીઓ ડીએની પ્રતિક્ષામાં છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, સરકાર દર વર્ષે ડીએનું એલાન માર્ચ મહિનામાં કરે છે.તેથી આવતીકાલથી બેઠકમાં સરકાર ડીએ પર નિર્ણય કરી શકે છે. 

આ વખતે ડીએમાં 3 ટકાનો વધારો થઈ શકે

સૂત્રોએ કહ્યું કે, આ વખતે ડીએમાં 3 ટકાનો વધારો થઈ શકે છે, જે 31 ટકાથી વધીને 34 ટકા થઈ જશે. જો આવું થશે તો, કર્મચારીઓની સેલરીમાં મૂળ વેતનના હિસાબે મોટો વધારો આવશે. ઉપરાંત સરકાર 16 માર્ચે રોકાયેલા ડીએ પર પણ નિર્ણય લઈ શકે છે. કહેવાય છે કે, સરકારે 18 મહિનેના ડીએનું વન ટાઈમ સેટલમેંટ કરવાની તૈયારીમાં છે. સરકારે જાન્યુઆરી 2022થી લઈને જૂન 2021 સુધી એરિયરની ચુકવણીનો નિર્ણય રોકી રાખ્યો છે.

ચૂંટણીના કારણે થયું મોડું

મોંઘવારી ભથ્થા અને રોકાયેલા ડીએ પર નિર્ણયમાં યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. કર્મચારી લાંબા સમયથી 18 મહિનાના રોકાયેલા ડીએને આપવાની માગ કરી રહ્યા હતા. 16 માર્ચે તેના પર નિર્ણય આવી શકે છે અને તે પહેલા કેબિનેટ સચિવ સાથે વાતચીત થશે. સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, તો લગભગ 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

હાલમાં 31 ટકા મળી રહ્યું છે ડીએ

હાલમાં કર્મચારીઓને 31 ટકા ડીએ મળે છે. તેમાં 3 ટકાના વધારા સાથે સરકારી કર્મચારીઓના વેતનમાં લગભગ 20,000 રૂપિયા અને ન્યૂનતમ 6480 રૂપિયા સુધી વધારો આવી જશે. એઆઈસીપીઆઈના આંકડા અનુસાર ડિસેમ્બર 2021 સુધી ડીએ 34.04 ટકા પહોંચી ગયું છે. જો કોઈ કર્મચારીનું મૂળ વેતન 18,000 રૂપિયા મહિનો છે, તો નવુ ડીએ 34 ટકા થવા પર 6120 દર મહિને મળશે, હાલમાં ડીએ 31 ટકા હોવા પર 5580 મળી રહ્યું છે.

ક્યારે થઈ હતી ડીએની શરૂઆત

મોંઘવારી ભથ્થા કર્મચારીઓના રહેવા અને ખાવાના સ્તરને સારુ બનાવા માટે આપવામાં આવે છે. દર વર્ષે જાન્યુઆરી અને જૂલાઈમાં ડીએમાં ફેરફાર થયા છે. ભારતામં મુંબઈમાં 1972માં સૌથી પહેલા મોંઘવારી ભથ્થાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકાર હાલમાં સરકારી કર્મચારીઓને મંઘવારી ભથ્થા આપે છે. ગત વર્ષે જૂલાઈ અને ઓક્ટોબરમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમમાં બે વાર વધારો થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ